Saturday, August 20, 2022
Homeવડોદરામાં સુલભ શૌચાલયમાં કુદરતી હાજતે ગયેલા યુવાને કર્મચારી પર ચાકુથી હુમલો કર્યો
Array

વડોદરામાં સુલભ શૌચાલયમાં કુદરતી હાજતે ગયેલા યુવાને કર્મચારી પર ચાકુથી હુમલો કર્યો

- Advertisement -

વડોદરા: વડોદરા શહેરના ભીમનાથ બ્રિજ પાસે આવેલા સુલભ શૌચાલયમાં કુદરતી હાજત માટે આવેલા યુવાન અને ફરજ પરના કર્મચારી વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. કૂદરતી હાજત માટે આવેલા યુવાને પૈસા આપવાનો ઇન્કાર કરતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા યુવાને કર્મચારી ઉપર ચાકૂથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મામલો ઉગ્ર બનતા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

યુવાન અને કર્મચારી વડે છુટ્ટા હાથની મારામારી
વડોદરા શહેરના ભીમનાથ બ્રિજ પાસે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સંચાલિત સુલભ શૌચાલય આવેલું છે. આ શૌચાલયમાં એક યુવાન કૂદરતી હાઝત માટે આવ્યો હતો. કૂદરતી હાજત બાદ બહાર આવેલા યુવાન પાસે કર્મચારી અશોકકુમાર રાયે નિર્ધારીત રૂપિયા 5 માંગતા મામલો બિચક્યો હતો. જોતજોતામાં યુવાન અને કર્મચારી વચ્ચે છૂટ્ટા હાથની મારામારી શરૂ થઇ ગઇ હતી. જેમાં રોષે ભરાયેલા યુવાને પોતાની પાસેના ચાકૂથી કર્મચારી ઉપર હુમલો કર્યો હતો.
સયાજીગંજ પોલીસ સ્થળ પર દોડી આવી
કુદરતી હાઝતે આવેલા યુવાનની સાથે આવેલા અન્ય યુવાને ઝઘડામાં વચ્ચે પડેલી એક મહિલાને પણ માર માર્યો હતો. મામલો ઉગ્ર બનતા કર્મચારીએ આ અંગેની જાણ સયાજીગંજ પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને ઘટના અંગેની વિગતો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે બ્રિજ ઉપરથી પસાર થતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
યુવાન છેલ્લા 8થી 10 દિવસથી આવતો હતો
સુલભ શૌચાલયમાં કામ કરતા કર્મચારી અશોક રાયે જણાવ્યું હતું કે, મારી પર હુમલો કરનાર વ્યક્તિ છેલ્લા આઠથી 10 દિવસથી આવતો હતો. અને કુદરતી હાજતે ગયા પછી પૈસા આપતો ન હતો. અને મફતમાં જ જઇશ તેમ કહેતો હતો. આજે ફરીથી તે આવ્યો હતો અને મારી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. અને ચાકુ લઇને આવ્યો હતો. અને મારા પર હુમલો કર્યો હતો. જોકે આસપાસના લોકો આવી જતા તે ભાગી ગયો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular