વડોદરામાં સેન્ટ્રલ લાઇબ્રેરીમાં 6 લાખ પેજનું ડિજિટાઇઝેશન શરૂ

0
13

વડોદરા: સેન્ટ્રલ લાઇબ્રેરીમાં ઐતિહાસિક અને નષ્ટપ્રાય થાય તેવાં પુસ્તકોને ડિજિટલ ફોર્મમાં સાચવીને તેનો આગામી પેઢીઓ પણ ઉપયોગ કરી શકે તે માટે ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. હાલમાં વિવિધ વિષયોનાં પુસ્તકોનાં પેજનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. એક મહિનાના આ પ્રોજેક્ટ અંતર્ગત 6 લાખ પેજનું ડિજિટાઇઝેશન થશે. આ પેજિસને તૈયાર કરીને ગાંધીનગર સેન્ટ્રલ લાઇબ્રેરીમાં મોકલવામાં આવશે. લાઇબ્રેરીમાં આ અગાઉ 2014-15માં હજારો પુસ્તકોનું 8 મહિના સુધી સ્કેનિંગ કરીને 1.5 કરોડ પેજ ડિજિટલ ફોર્મમાં મોકલવામાં આવ્યાં હતાં.

પ્રોજેક્ટ 30 દિવસમાં પૂરો કરવામાં આવશે
જે પુસ્તકોનું ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે તેમાં ધર્મ, સમાજ અને સંસ્કૃતિ તથા રાજકીય વિષયો સાથે સંકળાયેલાં પુસ્તકો છે. સવારથી સાંજ સુધી આઠ કલાક સુધી ચાર સ્કેનર્સ દ્વારા સરેરાશ 20,000 પેજિસના સ્કેનિંગની ખડેપગે કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ 30 દિવસમાં પૂરો કરવામાં આવશે.
મોટાભાગની પુસ્તકો 80થી 100 વર્ષ જૂનાં છે
લાઇબ્રેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ મોટાભાગનાં પુસ્તકો 80થી 100 વર્ષ જૂનાંની છે. આ પુસ્તકો નાશ પામે તે અગાઉ સાચવવાં અનિવાર્ય હતાં. કારણ કે તેમાં તત્કાલીન સમાજ, રીતરિવાજો, પ્રસંગો વગેરેને આવરી લેવામાં આવ્યાં છે. આ પુસ્તકોને સ્કેનિંગ થયા બાદ સામાન્ય લોકો વાંચી શકે તે માટે સુલભ બનાવાશે.
ગાંધીનગર સેન્ટ્રલ લાઇબ્રેરીમાં તમામ પેજ મોકલાશે
આ રાજ્ય સરકારના ગ્રંથાલય વિભાગનો પુસ્તકોના ડિજિટાઇઝેશનનો પ્રોજેક્ટ છે, જેમાં 2014-15માં લાઇબ્રેરીના 1.5 કરોડ પેજને ડિજિટાઇઝ કર્યાં હતાં. હવે બાકીના 6 લાખ પેજનું ડિજિટાઇઝેશન કરીને ગાંધીનગર સેન્ટ્રલ લાઇબ્રેરીમાં મોકલાશે. – આર.કે. ચૌધરી, ડેપ્યૂટી ડાયરેક્ટર, રાજ્ય ગ્રંથાલય વિભાગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here