Sunday, October 17, 2021
Homeવડોદરામાં 10થી વધુ લોકોને પતંગની દોરી વાગી, કોઇના ગળા કપાયા તો કોઇના...
Array

વડોદરામાં 10થી વધુ લોકોને પતંગની દોરી વાગી, કોઇના ગળા કપાયા તો કોઇના હાથ

વડોદરાઃ વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વે દોરીથી ગળા કપાવવાની 10થી વધુ કેસ સામે આવ્યા હતા. જેમાં 3 લોકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગળામાં દોરી વાગતા યુવકની હાલત ગંભીર

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા સરદાર એસ્ટેટ પાસે આવેલા લક્ષ્મીનગરના રહેવાસી અરૂણકુમાર યાદવ(32) પોતાના ઘર પાસેથી ચાલતો જઇ રહ્યો હતો તે સમયે પતંગની દોરી ગળામાં આવી જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

યુવકને હાથ અને ગળાના ભાગે દોરી વાગી

વડોદરાના આજવા રોડ પર આવેલી સાંઇલતા સોસાયટીનો રહેવાસી જીતેન્દ્ર બિલાસરાવ સોનગર(37) ટુ-વ્હીલર પર વિનય ગરબા ગ્રાઉન્ડ પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે તેને ગળા અને હાથના ભાગે ઇજા પહોંચી હતી. જેથી તેને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

યુવકને હાથમાં દોરી વાગી

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી જયેશ કોલોનીનો રહેવાસી રોહિત શંકરભાઇ નામનો યુવક માણેક પાર્ક ચાર રસ્તા પર બાઇક પર જતો હતો તે સમયે હાથના ભાગે દોરી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments