Tuesday, September 28, 2021
Homeવડોદરામાં 3 માળનું મકાન ધરાશાયી, વેપારીઓનો બચાવ, 2 મજૂર દટાયાની આશંકા
Array

વડોદરામાં 3 માળનું મકાન ધરાશાયી, વેપારીઓનો બચાવ, 2 મજૂર દટાયાની આશંકા

વડોદરા: વડોદરા શહેરના જ્યુબિલી બાગની પાછળ સરદાર ભુવનના ખાંચા પાસે આજે ત્રણ માળનું મકાન ધરાશયી થઇ ગયું હતું. ધરાશયી થયેલા મકાનમાં 6 દુકાનો તૂટી ગઇ હતી. કલરની દુકાનમાં બિલો બનાવી રહેલા દુકાન માલિકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં બે મજૂર દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.

મકાન ધરાશાયી થતાં વેપારીઓ અને કર્મચારીઓ ભાગ્યા
સરદાર ભુવનના ખાંચા પાસે આવેલા ત્રણ માળના જુના મકાનના મુખ્ય રોડની સાઇડમાં હોઝયરી, પ્રિન્ટીંગ પ્રેસ, કલર, ટેલર તેમજ કપડાંની દુકાનો હતી. આજે સવારે 10-45 વાગ્યાના સુમારે હોઝયરી, કલર તેમજ ટેલર અને કપડાની દુકાનો સમયસર ખૂલી ગઇ હતી. દુકાન માલિકો તેમજ કર્મચારીઓ પણ કામમાં વ્યસ્ત હતા. પ્રિન્ટીંગ પ્રેસમાં સમારકામ ચાલી રહ્યું હતું. આ સમયે પ્રચંડ ધડાકા સાથે મકાન તૂટી પડ્યું હતું. મકાન ધડાકા સાથે કકડભૂસ થતાં જ દુકાનોમાં કામ કરી રહેલા માલિકો અને કર્મચારીઓ દુકાનની બહાર નીકળી ગયા હતા. મકાન ધરાશયી થતાં જ રોડ પરની અન્ય દુકાનોમાં કામ કરતા કર્મચારીઓ પણ બહાર દોડી આવ્યા હતા.
ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી ગયું
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. આ સાથે વીજ કંપનીની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને 108 એમ્બ્યુલન્સને તૈનાત કરી દેવામાં આવી હતી. અમદાવાદી પોળથી નવાબજાર તરફ જવાનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
મને ભગવાને નવી જિંદગી આપી છેઃ વેપારી
ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર આવેલી ગીતા પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી ધર્મેન્દ્રભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, મકાન ધરાશયી થયું ત્યારે હું દુકાનમાં હાજર હતો. અને બીલો બનાવી રહ્યો હતો. મારી દુકાનના કાટમાળ નીચે દટાઇ ગયો હતો. આજે મને ખરેખર ભગવાને નવી જિંદગી આપી છે. મારી દુકાનની બાજુમાં આવેલા પ્રિન્ટીંગ પ્રેસમાં મજૂરો સમારકામ કરી રહ્યા હતા. કદાચ મજૂરો દટાયા હોવાની મને શંકા છે.
દુકાનની બાજુમાં આવેલા પ્રિન્ટીંગ પ્રેસમાં સમારકામ ચાલતું હતું
વેપારી દિપકભાઇ બનાનીએ જણાવ્યું હતું કે, મકાન ધરાશયી થયું તે સમયે મારી દુકાન બંધ હતી. દુકાન ખોલવા માટે ઘરેથી નીકળવાની તૈયારી કરતો હતો, ત્યારે મને મકાન તૂટી પડ્યું હોવાનો ફોન આવતા હું સ્થળ પર આવ્યો હતો. મારી દુકાનની બાજુમાં આવેલા પ્રિન્ટીંગ પ્રેસમાં સમારકામ ચાલતું હતું. કોઇપણ જાતની કાળજી રાખ્યા વિના કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું. અમે અનેક વખત તેઓનું ધ્યાન દોર્યું હતું. પરંતુ કોઇ પણ જાતની સેફ્ટી વિના સમારકામ કરવામાં આવી રહ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments