Tuesday, October 26, 2021
Homeવડોદરામાં RTOની ટીમ BMW કારનું ઇન્વેસ્ટિગેશન કરશે
Array

વડોદરામાં RTOની ટીમ BMW કારનું ઇન્વેસ્ટિગેશન કરશે

વડોદરા:અલકાપુરીમાં શનિવારે બપોરે BMW કારના ચાલકે ભાઇ-બહેનને અડફેટમાં લઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે પોલીસે કારના ડ્રાઇવરની ધરપકડ કરી FSL પાસે પરીક્ષણ કરાવ્યું હતું. આ કારનું એકાદ-બે દિવસમાં RTOની ટીમ ઇન્વેસ્ટીગેશન કરી અકસ્માત કારમાં કોઇ ખામીથી કે ડ્રાઇવરની નિષ્કાળજીથી થયો છે તેનો રિપોર્ટ આપશે.

પોલીસે કારનું FSL પરીક્ષણ કરાવ્યું હતું. ત્યારબાદ RTOને પણ રિપોર્ટ કર્યો હતો. જેના પગલે એકાદ-બે દિવસમાં RTOની ટીમ કારનું ઇન્વેસ્ટીગેશન કરશે. કારની ખામીના કારણે અકસ્માત થયો છે કે ડ્રાઇવરની નિષ્કાળજીના કારણે થયો છે તે અંગે રિપોર્ટ કરશે.સામાન્ય સંજોગોમાં અકસ્માત મોતના કેસમાં જ આરટીઓ ચકાસણી કરતું હોય છે પણ હીટ એન્ડ રનના આવા બનાવમાં પોલીસ દ્ધારા રજૂઆત થાય તો RTO તપાસ કરતી હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments