વડોદરામાં SBI જનરલ ઇન્સ્યોરન્સની ઓફિસમાં જુગાર રમતા 10 ઝડપાયા

0
51

વડોદરા: વડોદરા શહેરના જુના પાદરા રોડ ઉપર આવેલી એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યોરન્સની ઓફિસમાં જુગાર રમતા 10 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ઓફિસમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતો કર્મચારી તીન પત્તીનો જુગાર રમાડતો હતો.

વડોદરા શહેર ના જુના પાદરા રોડ ઉપર પંચમ હાઇટ્સ નામ ની બિલ્ડીંગ માં 212, 213 અને 214 નંબર માં એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યોરન્સની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં અલ્પેશ કૌશિક રાણા (રહે. પ્રેરણા પોળ, નાગરવાડા) સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. અલ્પેશ રાણા તેઓના મિત્રો તેમજ પરીચીતોને જાહેર રજાના   દિવસે પોતાની ઓફિસમાં બોલાવતો હતો. અને જુગાર રમાડતો હતો. આજે મહાશિવરાત્રીની જાહેર રજા હોવાથી અલ્પેશ રાણા એ તેના 9 જેટલા મિત્રો અને પરિચીતોને બોલાવ્યા હતા. અને તીન પત્તીનો જુગાર રમાડતો હતો. આ અંગેની જાણ ક્રાઇમ બ્રાંચને થતાં પોલીસે દરોડો પાડી 10 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 1,08,580 રોકડા, રૂપિયા 33000ની કિંમતના 12 મોબાઇલ ફોન, રૂપિયા 1,60,000ની કિંમતના 5 ટુ-વ્હિલર મળી કુલ્લે રૂપિયા 3,01,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ઝડપી પાડેલા નવી ધરતી, રાણાવાસના જુગારીયાઓમાં સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ રાણા, વિકાસ ચંદ્રકાંત રાણા,  શ્રવણ પુનમ રાણા, નિખીલ મનહર રાણા, ચિરાગ કમલેશ રાણા, રાજેન્દ્ર રમેશ રાણા, પ્રવિણ જયંતિ રાણા, રાકેશ રણછોડ રાણા, આશિષ ભીખુ ગજ્જર (રહે, વારસીયા) અને વિનુભાઇ મણીરામ ઠાકોર (રહે. વારસીયા)નો સમાવેશ થતો હતો. પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here