Thursday, October 21, 2021
Homeવડોદરામાં ST બસના ટાયરમાં એક્ટિવા ચાલક યુવતીનો પગ કચડાયો, ગંભીર
Array

વડોદરામાં ST બસના ટાયરમાં એક્ટિવા ચાલક યુવતીનો પગ કચડાયો, ગંભીર

વડોદરા: મકરપુરા પાસે યુવતીએ ટર્ન લેતા એક્ટિવા પાળી સાથે અથડાઈ હતી. જેથી મહિલા નીચે પટકાતા એસ.ટી બસનું પાછલું ટાયર પગ ઉપર ફરી વળતા ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ યુવતી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી પ્રમાણે તરસાલીમાં રહેતી 18 વર્ષીય મોનિકા કૌર વડોદરા ડેરી તરફ જવા માટે સુસેન સર્કલથી ટર્ન લીધો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલી એસટી બસથી તે ગભરાઈ હતી. યુવતીની એક્ટિવા સર્કલની પાળી સાથે અથડાતા તે નીચે પટકાઈ હતી. ત્યારે એસટી બસનું પાછલું ટાયર યુવતીના પગ ઉપરથી ફરી વળતા ગંભીર થઈ હતી.

અકસ્માતમાં યુવતીના ડાબા પગનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. સુસેન સર્કલ પર ભારે ભીડ એકઠી થઇ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીને તાત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હાલ મહિલાની સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments