વડોદરા : અમેરિકા ભણવા ગયેલી વડોદરાની યુવતી એક મહિનાથી રહસ્યમય રીતે ગુમ

0
51

વડોદરાઃઅમેરિકા ભણવા ગયેલી વડોદરાની માયુષી વિકાસ ભગત નામની વિદ્યાર્થીની છેલ્લા એક મહિનાથી ન્યૂ જર્સીના જર્સી સિટી ખાતેથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ ગઇ હોવાની વિગતો બહાર આવી છે. જર્સી સિટી પોલીસ ડિપાર્ટમેન્ટ ( ઇસ્ટ) ખાતે આ અંગેની તારીખ પહેલી મેના રોજ નોંધ થઇ હોવા છતાં આજ સુધી આ વિદ્યાર્થીનો કોઇ જ પત્તો નથી.

સ્ટુડન્ટ વિઝા પર યુવતી ગઈ છે

મળેલી માહિતી પ્રમાણે વડોદરાના પાણીગેટ પાણીની ટાંકીની પાસે આવેલા ઓમનગર ખાતે રહેતા વિકાસભાઇ ભગતની દિકરી માયુષી વાઘોડિયા રોડ ઉપર આવેલી જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ પૂરો કર્યા બાદ પારૂલ યુનિવર્સિટીમાં ડિપ્લોમાં કર્યું હતું. તે બાદ વડોદરા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે ડિગ્રી મેળવી હતી. ત્યાર પછી તે વર્ષ-2016માં માસ્ટર કરવા માટે અમેરિકા ગઇ હતી.વડોદરાથી સ્ટુડન્ટ વિઝા (એફ-૧) મેળવીને અમેરિકા ખાતે વધુ અભ્યાસ માટે ગયેલી માયુષીએ અમેરિકાની યુનિ ઓફ ન્યૂ હેમ્પશાયર ખાતે માસ્ટર્સ કરવા માટે પ્રવેશ મેળવ્યો હતો. ઓગષ્ટ ૨૦૧૬માં પ્રવેશ મેળવ્યા બાદ તેણે ડીસેમ્બર ૨૦૧૬માં ન્યૂ યોર્ક ખાતે આવેલી ન્યૂ યોર્ક ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે એડમીશન લીધુ હતુ. બિનનિવાસી ભારતીયોની વધુ વસ્તી ધરાવતા જર્સી સિટી ખાતે માયુષી રહેતી હતી. ગત તારીખ ૨૯મી એપ્રીલથી માયુષી રહસ્યમય ગૂમ થઇ ગઇ હતી. જેનો આજદિન સુધી કોઇ પત્તો મળ્યો નથી. જે અંગે ત્યાંની પોલીસમાં તારીખ ૧લી મે ના રોજ રીપોર્ટ કરવામાં આવ્યો હતો.

પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

આ અંગેની તેના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અલબત્ત, અમેરિકા સ્થિત તેના પરિવારજનો દ્વારા પોલીસને આ મામલે રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં આજ સુધી પોલીસ તરફથી કોઇ જ હકારાત્મક સંદેશ મળ્યો નથી. બીજી બાજુ આજે તેઓના વડોદરા ખાતેના બી-41, ઓમ નગર, પાણીગેટ પાણીની ટાંકી પાછળ, રહેતા માતા-પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, તેઓ ઘરે મળી આવ્યા ન હતા. મકાન બંધ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here