Monday, September 20, 2021
Homeવડોદરા : અલકાપુરી માં નોકરે ફેક્ટરી માલિકની બે પુત્રીના બાથરૂમમાં નહાતા વીડિયો...
Array

વડોદરા : અલકાપુરી માં નોકરે ફેક્ટરી માલિકની બે પુત્રીના બાથરૂમમાં નહાતા વીડિયો ઉતાર્યા

વડોદરા: અલકાપુરીના નામાંકિત ફેક્ટરી માલિકે દોહિત્રની સારસંભાળ માટે રાખેલા નોકરે તેમની 2 પુત્રીના બાથરૂમ સીનનું મોબાઇલમાં રેકોર્ડિંગ કરી તેના નાસિકમાં રહેતા મિત્રને મોકલી આપ્યો હતો. નોકરે ખંડણી માગવાના ઇરાદે ફેક્ટરી માલિકની પુત્રીને પણ આ વીડિયો શેર કર્યો હતો.

ચોંકી ઉઠેલા ઉદ્યોગપતિએ ડીસીપી ક્રાઇમને જાણ કરતાં નોકરને મુંબઇથી ઝડપી પાડ્યો હતો. સગીર વયના આ નોકરે ગોવાની હોટલમાં બાથરૂમના એક્ઝોસ્ટ ફેન પાસે મોબાઇલ મૂકી શૂટિંગ કર્યું હતું. તેના મોબાઇલમાંથી ફેક્ટરી માલિકની બીજી દીકરીનો પણ બાથરૂમમાં સ્નાન કરતો વીડિયો મળી આવ્યો હતો.

તેનો મિત્ર પણ અગાઉ આ જ ઉદ્યોગપતિના ઘરે નોકરી કરતો હતો ત્યારે તેણે પણ વીડિયો બનાવ્યા હતા અને આઇફોન પણ ચોરી કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે બંનેને પકડી મોબાઇલ ફોર્મેટ કરાવી દીધાં હતાં. ઉદ્યોગપતિએ ફરિયાદ નહીં કરતાં કોઇ ગુનો નોંધાયો ન હોવાનું ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અલકાપુરીમાં રહેતા ફેક્ટરી માલિક કમ બિલ્ડરની પરિણીત પુત્રી તેના નાના બાળકને લઇ ગત વર્ષે પિતાના ઘરે રહેવા આવી હતી. દોહિત્રની સારસંભાળ માટે ફેક્ટરી માલિકે અગાઉના નોકર સુરેશ ( નામ બદલ્યું છે)ના રેફરન્સથી મૂળ મધ્યપ્રદેશના 17 વર્ષના અશોક ( નામ બદલ્યું છે)ને નોકરી પર રાખ્યો હતો. ફેક્ટરી માલિક પરિવાર સાથે ગોવા ફરવા ગયા તો નોકર અશોકને પણ સાથે લઇ ગયા હતા.

ગોવામાં તેમની પરિણીત દીકરી હોટલના રૂમમાં નહાવા જાય તો અશોક પહેલેથી જ બાથરૂમના એક્ઝોસ્ટ ફેન પાસે મોબાઇલ ગોઠવી વીડિયો રેકોર્ડિંગ ચાલુ કરી દેતો અને થોડીવાર પછી મોબાઇલ લઇ આવતો હતો. 15 દિવસમાં 10 થી વધુ વીડિયો ઉતાર્યા બાદ અશોકે તેના મિત્ર સુરેશને પણ મોકલી આપ્યા હતા.

3 મહિના પહેલાં ગોવાથી પરત આવ્યા બાદ દીકરી બાળકને લઇ સાસરીમાં જતી રહેતાં ફેક્ટરી માલિકે નોકરને છૂટો કરી દીધો હતો. તેને મુંબઇમાં નોકરી મળી ગઇ હતી. 10 દિવસ પહેલાં નોકરે ફેક્ટરી માલિકની પુત્રીને વોટ્સએપ પર વીડિયો મોકલ્યો હતો. ગોવાની હોટલના બાથરૂમમાં પોતે નહાતી હોવાનો વીડિયો જોઇ તે ચોંકી ઉઠી હતી. દીકરીએ પિતાને વાત કરતાં તેમણે ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાને રજૂઆત કરી હતી.

નોકરને બેડરૂમ સુધી સ્માર્ટ ફોન એલાઉ ન કરવા દો
ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ કહ્યું કે, નોકર કામકાજના સમય દરમિયાન સાદો ફોન વાપરે તે જોવું જોઇએ, સ્માર્ટ ફોન હોય તો તેને બેડરૂમ સુધી એલાઉ ન કરવા દો. ઘર તેમજ મહિલાઓના ફોટા ન પાડવા દો. ઘરના નોકર પર વોચ રાખો. નોકરી પર રાખતાં પહેલા બેકગ્રાઉન્ડ ચેક કરી લો અને અચૂક પોલીસ વેરિફિકેશન કરાવવું જોઇએ.

લગ્નપ્રસંગ માટે રૂપિયા પડાવવા વીડિયો ફોરવર્ડ કર્યો હતો
17 વર્ષ 11 મહિનાની ઉંમરના અશોકની પોલીસે પૂછતાછ કરતાં તેના ઘરમાં લગ્નપ્રસંગ હતાે. રૂપિયાની જરૂર પડતાં ફેક્ટરી માલિક પાસેથી રૂપિયા પડાવવા માટે વીડિયો તેમની દીકરીને મોકલ્યો હોવાની કબૂલાત કરી હતી. જોકે, કોઇપણ પૈસાની માગણી કરી ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments