Tuesday, September 28, 2021
Homeવડોદરા એરપોર્ટ ગુજરાત નું સોલાર એનર્જીથી સજ્જ પ્રથમ એરપોર્ટ બન્યું
Array

વડોદરા એરપોર્ટ ગુજરાત નું સોલાર એનર્જીથી સજ્જ પ્રથમ એરપોર્ટ બન્યું

વડોદરાઃ વેસ્ટર્ન રીજિયનના ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનાં કુલ 27 એરપોર્ટ પૈકી વડોદરાનું ઇન્ટિગ્રેટેડ એરપોર્ટ બિલ્ડિંગ સોલાર એનર્જીથી સજ્જ થઈ રહ્યું છે. અહીં 675 કે.વી. વીજળી ઉત્પન થશે, જેનાથી વીજ બિલમાં અંદાજીત 40 ટકા બચત કરશે. 3.4 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન દ્વારા સોલાર એનર્જીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અમદાવાદ અને સુરતના એરપોર્ટ પણ સોલાર વીજળી ઉત્પન કરવામાં આવશે. અમદાવાદમાં અત્યારે કામ ચાલુ છે, જ્યારે સુરતમાં એરપોર્ટ જ નવું બનાવાનું છે. વડોદરા આ દિશામાં કામ પુરુ કરનારૂ રાજ્યનું પહેલું એરપોર્ટ છે. દેશમાં માત્ર 16 એરપોર્ટ સોલાર એનર્જીનો ઉપયોગ કરે છે.

અંદાજે 675 કિલો વોટ પાવરનો પ્લાન્ટ છે

કેન્દ્ર સરકાર દ્વારા સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવા સરકારી તમામ બિલ્ડિંગ અને શક્ય હોય તો રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ ડેપોમાં પણ સોલાર એનર્જી દ્વારા વીજક્ષેત્રે ઇન્ડિપેન્ડન્ટ થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વડોદરા શહેરના હરણી ખાતે રૂ. 160 કરોડના ખર્ચે બનેલા નવા બિલ્ડિંગમાં સુવેઝ માટે બાયો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાદ સોલાર એનર્જીનો ઉપયોગ કરાશે. સુરતની કંપની દ્વારા એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં સોલાર પેનલ નાંખવામાં આવી છે. અંદાજે 675 કિલો વોટ પાવરનો પ્લાન્ટ છે.

કોચી એરપોર્ટ દેશનું પહેલુ ફુલ્લી સોલાર એરપોર્ટ

કેરલાનું કોચી ઇન્ટર્નેશનલ દેશનું પહેલું એરપોર્ટ છે. જે ફુલ્લી સોલાર એનર્જીથી કાર્યરત છે. દુનિયાના દેશને આ એરપોર્ટ મિશાલ રૂપ છે. એરપોર્ટમાં 12 વોટ વીજ ઉત્પાદન થાય છે. 18 ઓગસ્ટ 2015માં એરપોર્ટને ફુલ્લી સોલાર પાવર એરપોર્ટ જાહેર કરાયું હતું. 1999માં બનેલા એરપોર્ટમાં સપ્તાહમાં 1000 ફ્લાઇટ આવે છે. એરપોર્ટમાં ઓર્ગેનિક ફાર્મ પણ આવેલું છે.

AAIના ચેરમેન ઉદ્ધાટન કરવા આવશે

વડોદરા એરપોર્ટ પર સોલાર પાવર પ્લાન્ટ તૈયાર થયો છે. ટૂંક સમયમાં ઓરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રા ઉદ્ઘાટન કરશે. કેન્દ્ર સરકારની પોલિસીને પગલે લગભગ મોટા ભાગનાં એરપોર્ટ આ તરફ કાર્ય કરી રહ્યાં છે. અમદાવાદ -સુરત પણ સોલાર પાવર માટે કામ કરી રહ્યાં છે.
ચરણસિંહ, એરપોર્ટ ડાયરેક્ટર , વડોદરા

મહિને 6.5 લાખની બચત થશે

કુલ ખર્ચ- 3.4 કરોડ
હાલનું વિજ બિલ 18 લાખ મહિને
મહિને રૂ. 6.5 લાખની બચત થશે.
કેટલા વર્ષની આવરદા: 40 વર્ષ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments