વડોદરા : કલબ હાઉસના સ્વિમિંગપૂલમાં 8 મહિલાઓ ન્હાતી હતી, સામે બંગલામાંથી અર્ધનગ્ન આકાશ મોબાઇલમાં વીડિયો શૂટ કરતો

0
51

વડોદરા : ગોત્રી- સેવાસી રોડની વિલાના ક્લબ હાઉસ સ્થિત સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કરતી 8 મહિલાઓનો બાજુના બંગલાની ગેલરીમાંથી કમ્પ્યૂટરનો વેપારી આકાશ પટેલ અર્ધનગ્ન હાલતમાં વીડિયો શુટિંગ ઉતારતો હતો. મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. મહિલાઓએ ગોત્રી પોલીસને ફરિયાદ કરતાં સોમવારે મોડી રાત્રે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

ગોત્રી સેવાસી રોડ પરના વીલાના ક્લબ હાઉસમાં આવેલા લેડીઝ-જેન્ટસ સ્વીમીંગ પુલ આવેલું છે. વિલામાં રહેતી મહિલા ઓ રોજ સાંજે સ્વીમીંગ કરવા જાય છે. સ્વીમીંગપુલની પશ્મિમ દિશાએ અર્થ સોમનાથ સોસાયટીનો બંગલા નં. 78 આવેલો છે. 8 જેટલી મહિલાઓ રવિવારે સાંજે સ્વીમીંગ પુલમાં સ્નાન કરી રહી હતી ત્યારે બંગલા નં. 78 માં રહેતો આકાશ પટેલ પહેલા માળની બાલ્કનીમાં શર્ટ કાઢી અર્ધનગ્ન અવસ્થામાં ઉભો રહી સ્વીંમીંગ કોસ્યુમ પહેરેલી મહિલા ઓનું મોબાઇલમાં ફોટા અને વીડિયો શુટિંગ કરી અશ્લિલ હરકતો કરતો હતો. ક્લબ મેનેજરે પણ વીડિયો શુટિંગ કરતાં આકાશનો ફોટો પાડી લીધો હતો. મહિલાઓએ તેને ફોટા કેમ પાડો છો કહી ઠપકો આપતાં આકાશે મહિલાઓને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. મહિલાઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

મહિલાઓ ‘બરાબર દેખાય’ તે માટે 20 ઝાડ પણ કપાવ્યાં
સ્થાનિકોના જણાવ્યા મુજબ આકાશ પટેલના બંગલા અને વિલાની વચ્ચે 15 થી 20 ઝાડ હતાં. ઝાડના કારણે તેને બાજુના વિલામાં આવેલા સ્વિમિંગ પુલમાં ન્હાતી મહિલાઓ દેખાતી ન હતી. જેના કારણે લાંબા સમયથી આકાશ આ વૃક્ષોને દૂર કરવાની વેતરણમાં હતો. ઝાડના કારણે તેના બંગલાના કમ્પાઉન્ડમાં કચરો પડે છે, ગંદકી થાય છે તેવા બહાના કાઢી આકાશે આ ઝાડ કપાવી નાખ્યા હતા. ઝાડ દૂર થતાં જ ગેલરીમાંથી ઝાંખવાનું તેને ખુલ્લુ મેદાન મળી ગયું હતું.

આકાશ સ્વિમિંગ કોશ્યુમ પહેરેલી મહિલાઓને છેલ્લા 6 મહિનાથી કેમેરાની આંખે જોતો હતો
વિલામાં રહેતી 10થી વધુ મહિલાઓ સોમવારે સાંજે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આકાશ પટેલની વીરૂદ્ધ અરજી આપવા માટે ગઈ હતી.આ મહિલાઓએ પીઆઈ ડી.કે.રાવને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, બાજુના બંગલામાં રહેતો આકાશ પટેલ છેલ્લા 6 મહિનાથી તેમને હેરાનગતી કરી રહ્યો છે. સ્વિમિંગ કોશ્યુમ પહેરેલી મહિલાઓના ફોટા પાડે છે અને વીડિયો પણ ઉતારે છે. અગાઉ વિવાદ થતાં આકાશે બોલાચાલી પણ કરી હતી. જેના કારણે અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતારતાં આકાશનો ફોટો પણ મહિલાઓએ પુરાવા રૂપે રજૂ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here