Thursday, September 23, 2021
Homeવડોદરા કલેક્ટર અને પોલીસ કમિશનરે EVM-VVPAT સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી
Array

વડોદરા કલેક્ટર અને પોલીસ કમિશનરે EVM-VVPAT સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી

વડોદરા: વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે લોકસભા ચૂંટણીને પગલે પોલિટેકનિક ખાતે EVM-VVPAT સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. તેમની સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ મતગણતરી કેન્દ્રની તપાસ કરી હતી.

કાયદો અને વ્યવસ્થા સંબંધિત વિગતો મેળવી

કલેક્ટર અને પોલીસ કમિશનરે લોકસભા સામાન્ય ચૂંટણીને પગલે વડોદરા જિલ્લામાં મુક્ત, ન્યાયી અને આદર્શ આચારસંહિતાનું યોગ્ય અમલીકરણ થાય તે અંગેની ખાતરી મેળવી હતી. તેમણે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર છાણી અને પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરની પણ મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થા સંબંધિત વિગતો મેળવી હતી. આ સમયે જિલ્લા પોલીસ વડા દુગ્ગલ સહિત ચૂંટણી ફરજ પરના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments