Tuesday, September 28, 2021
Homeવડોદરા : કેરી અને પપૈયા ના વેપારીઓને ત્યાં દરોડા,
Array

વડોદરા : કેરી અને પપૈયા ના વેપારીઓને ત્યાં દરોડા,

વડોદરા: કાર્બાઇડ પાવડરનો ઉપયોગ કરીને કેરી પકાવીને વેચાણ કરતા વેપારીઓની વખારોમાં આજે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. જોકે, આરોગ્ય વિભાગને કાર્બાઇડ પાવડરથી પકાવવામાં આવેલી કેરીઓ મળી આવી ન હતી. પરંતુ કાર્બાઇડ પાવડરથી પકાવેલા પપૈયા 120 કિલો જેટલા મળી આવતા નાશ કર્યો હતો.

વડોદરાના માર્કેટમાં કેરીનું આગમન
ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ વડોદરા શહેરમાં ફળોના રાજા કેસર, બદામ, લંગડા જેવી કેરીનું આગમન થઇ ગયું છે. વડોદરા શહેરના વેપારીઓ દ્વારા કાર્બાઇડ પાવડરનો ઉપયોગ કરીને કેરી પકાવીને વેચાણ કરતા હોય છે. જે આરોગ્ય માટે હાનિકારક હોય છે, ત્યારે કાર્બાઇડ પાવડર દ્વારા કેરીઓ પકવતા વેપારીઓને અટકાવવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખંડેરાવ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

કેરી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું
ફૂડ સેફ્ટી ઓફિસર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, ખંડેરાવ માર્કેટમાં કેરીઓની 55 જેટલી વખારોમાં આજે બે ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યો હતું. હાઇકોર્ટની ગાઇડ લાઇન મુજબ કાર્બાઇડ પાવડરથી ફળોને પકાવવામાં આવે નહીં. તેવી સૂચના આપવામાં આવી છે. જે સૂચના અનુસાર આજે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કાર્બાઇડ પાવડર થી પકાવેલી કેરીઓ મળી આવી નથી. પરંતુ 120 કિલો પપૈયા કાર્બાઇડ પાવડરથી પકાવેલા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે.

વડોદરામાં કેરીના રસનું પણ વેચાણ શરૂ
કેરીની સિઝન હજુ જામી નથી, તેમ છતાં વડોદરા શહેરમાં ઠેર-ઠેર કેરીના રસનું પણ ધૂમ વેચાણ શરૂ થઇ ગયું છે. આ સાથે શહેરના માર્ગો ઉપર કેરી જ્યુસના સેન્ટરો શરૂ થઇ ગયા છે. આરોગ્ય માટે હાનિકારક કાર્બાઇડ પાવડરથી પકાવેલી કેરીઓ રૂપિયા 60થી 120 કિલોના ભાવે વેચાણ થઇ રહ્યું છે. પરંતુ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગના દરોડામાં આશ્ચર્યજનક રીતે કાર્બાઇડ પાવડરથી પકાવવામાં આવતી કેરીઓ મળી આવી ન હતી. કેરીની પેટીઓમાંથી ફૂડ સેફ્ટી વિભાગને મિથેનોલ પાવડરની પડીકીઓ મળી આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments