Tuesday, October 26, 2021
Homeવડોદરા : કોયલી-ઉંડેરા રોડ પર ટેન્કરની અડફેટે મોપેડ ચાલકનું મોત
Array

વડોદરા : કોયલી-ઉંડેરા રોડ પર ટેન્કરની અડફેટે મોપેડ ચાલકનું મોત

વડોદરાઃશહેરના કોયલી-ઉંડેરા રોડ ઉપરથી પસાર થઇ રહેલા એક્ટીવા ચાલકનું ટેન્કરની અડફેટે મોત નીપજ્યું હતું. અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ નોકરી ઉપરથી ઘર તરફ જઇ રહ્યો હતો.

શહેરના ગોરવામાં આવેલી જેસલ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ દત્તાત્રય નવલે (ઉં.વ.46) મોડી સાંજે પોતાની એક્ટીવા લઇને કોયલી-ઉંડેરા રોડ ઉપરથી ઘર તરફ આવી રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલી ટેન્કરે તેઓને અડફેટે લેતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. ગંભીર રીતે ઇજા પામેલા નરેન્દ્રભાઇ નવલેને તુરતજ 108 એમ્બ્યુલન્સમાં ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જવાહરનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments