વડોદરા : કોર્ટના વકીલોએ શંખનાદ કરીને બહેરા કાન સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો

0
26

વડોદરાઃ બેઠક વ્યવસ્થાના મુદ્દે વડોદરા કોર્ટના વકીલો છેલ્લા 11 દિવસથી હડતાળ પર છે, ત્યારે વકીલોએ ન્યાય મેળવવા માટે આજે કોર્ટ પરિસરમાં શંખનાદ કર્યો હતો. અને બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, વકીલો માટે મહાભારત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અમે ન્યાય માટે લડી રહ્યા છીએ. અમે બેસવા માટે જગ્યા માંગીએ છીએ પરંતુ બેસવા માટે રૂમો આપતા નથી. ન્યાય આપવામા જ્યુડિશિયરી સંપૂર્ણ ફેઇલ ગઇ છે. અને ન્યાય મેળવવા માટે આજ શંખનાદ કર્યો છે. અને આ શખંનાદથી તેમની બુદ્ધી ઠેકાણે નહીં આવે તો વડોદરા વકીલ મંડળે ન્યાય મંદિરમાં મહાયુદ્ધ કરતા પણ ખચકાશે નહીં.