વડોદરા કોર્ટ ના વકીલો ની હડતાળ બીજા દિવસે પણ યથાવત , એસપીનું પૂતળુ બાળ્યું

0
28

વડોદરા વકીલ મંડળના પ્રમુખ તેમજ મહિલા એડવોકેટ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાના વિરોધમાં વડોદરાના વકીલો આજે બીજા દિવસે પણ કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા છે. અને વડોદરા જિલ્લા પોલીસ વડાનું પૂતળુ પણ બાળ્યું હતું. આ ઉપરાંત 19 માર્ચ, 2018ના રોજ વડોદરા કોર્ટ શરૂ થયાના પ્રથમ દિવસે પોલીસ દ્વારા વકીલો કરવામાં આવેલા દમનના વિરોધમાં વકીલોએ આજે બ્લેક ડે જાહેર કર્યો હતો. અને કોર્ટર પરિસરની બહાર પ્રતિક ઉપવાસ પણ કર્યાં હતા.

વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ અને એડવોકેટ હેમાબહેન સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતા વકીલોમાં ભારે રોષ ફેલાયો છે. જેને પગલે બે દિવસથી વડોદરા કોર્ટના વકીલો હડતાળ પર ઉતર્યા છે. નવા કોર્ટ સંકુલના ઉદ્ઘાટન બાદ બેઠક વ્યવસ્થા બાબતે એક વર્ષ પહેલાં વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વકીલ મંડળે આ દિવસને બ્લેક ડે તરીકે મનાવવાનો અને એક દિવસના પ્રતીક ઉપવાસ કરવાનો ઠરાવ પણ વકીલ મંડળે સોમવારે પસાર કર્યો હતો.