Thursday, September 23, 2021
Homeવડોદરા કોર્ટના વકીલોની હડતાળ બીજા દિવસે પણ યથાવત,
Array

વડોદરા કોર્ટના વકીલોની હડતાળ બીજા દિવસે પણ યથાવત,

વડોદરા વકીલ મંડળના પ્રમુખ તેમજ મહિલા એડવોકેટ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાના વિરોધમાં વડોદરાના વકીલો આજે બીજા દિવસે પણ કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા છે. આ ઉપરાંત 19 માર્ચ, 2018ના રોજ વડોદરા કોર્ટ શરૂ થયાના પ્રથમ દિવસે પોલીસ દ્વારા વકીલો કરવામાં આવેલા દમનના વિરોધમાં વકીલોએ આજે બ્લેક ડે જાહેર કર્યો હતો. અને કોર્ટર પરિસરની બહાર પ્રતિક ઉપવાસ પણ કર્યાં હતા.

બે દિવસથી કોર્ટની કામગીરી અટવાઇ

વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ અને એડવોકેટ હેમાબહેન સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતા વકીલોમાં ભારે રોષ ફેલાયો છે. જેને પગલે બે દિવસથી વડોદરા કોર્ટના વકીલો હડતાળ પર ઉતર્યા છે. નવા કોર્ટ સંકુલના ઉદ્ઘાટન બાદ બેઠક વ્યવસ્થા બાબતે એક વર્ષ પહેલાં વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વકીલ મંડળે આ દિવસને બ્લેક ડે તરીકે મનાવવાનો અને એક દિવસના પ્રતીક ઉપવાસ કરવાનો ઠરાવ પણ વકીલ મંડળે સોમવારે પસાર કર્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments