વડોદરા ક્રાઇમ બ્રાંચે ચેઇન સ્નેચિંગ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો, 4 આરોપી ઝડપાયા

0
35

વડોદરાઃ છેલ્લા બે વર્ષમાં મહિલાઓના ગળામાંથી ચેઇન તોડી પોલીસ તંત્રની ઉંઘ હરામ કરનાર અને મહિલાઓમાં ગભરાટ ફેલાવી દેનાર ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ટોળકીના 3 સાગરીતો અને ચોરીનો મુદ્દામાલ લેનાર સહિત 4ની ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એન્ટી ચેઇન સ્નેચીંગ સ્ક્વોડે સી.સી. ટી.વી.ની મદદથી મહિલાઓના ગળામાંથી ચેઇન લૂંટી ફરાર થતી ટોળકીના મનિષ ઉર્ફ મનીયો ઉર્ફ બત્તી ઘનશ્યામ પટેલ (રહે. માતૃભૂમિ ટેનામેન્ટ, નિકોલ, અમદાવાદ), ભૌમિર ઉર્ફ લાલો ભુપેન્દ્ર ત્રિવેદી (રહે.સતકર્મનગર નડિયાદ), જીતેન્દ્ર ઉર્ફ જીતુ રમેશ કાકડીયા (રહે. કે.પી. રેસિડેન્સી,  નિકોલ, અમદાવાદ., મૂળ ભાવનગર) અને હિંમતસિંહ કાળુસિંહ રાજપુત (રહે.દેવાસ એપા., વાસણા, અમદાવાદ)ને ઝડપી પાડ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઝડપાયેલી ટોળકી પૈકી ભૌમિકે બી.કોમ, સુધીનો અભ્યાસ કરેલો છે. જીતેન્દ્ર કાકડીયાએ બી.બી.એ. સુધીનો અભ્યાસ અને મનિષે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે. આ ટોળકી અગાઉ પણ ચોરી, ખૂન, જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલી છે. આ ટોળકીએ વડોદરાના નવાપુરા, વાડી, ગોત્રી, કારેલીબાગ, વડોદરા રેલવે, નડિયાદ ટાઉન, માંજલપુર વિગેરે પોલીસ મથકની હદમાંથી મહિલાઓના ગળામાંથી ચેઇન તોડી એક્ટીવા મોપેડ ઉપર ફરાર થઇ જતા હતા. પોલીસે જે વિસ્તારમાં બનાવો બન્યા હતા. તે બનાવોના સી.સી. ટી.વી. ફૂટેજ મેળવીને ટોળકીને ઝડપી પાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here