Saturday, September 25, 2021
Homeવડોદરા : ગુગલ મેપ પરથી વૈભવી ઓફિસો શોપને નિશાન બનાવતી ગેંગ...
Array

વડોદરા : ગુગલ મેપ પરથી વૈભવી ઓફિસો શોપને નિશાન બનાવતી ગેંગ પકડાઈ

વડોદરા: ગુગલ મેપ દ્વારા કોર્પોરેટ ઓફિસ અને જ્વેલર્સ શોપની માહિતી મેળવી રેકી કર્યા બાદ ચોરી કરતી સુરતની હાઇટેક ગેંગના 3 જણા વડોદરામાં પકડાયા છે. તેમણે વડોદરામાં બે વૈભવી સ્થળોએ, રાજકોટમાં સોનીને ત્યાં અને સુરતમાં 11 ઘરફોડીના ગુના નોંધાયેલા છે. આ હાઇટેક તસ્કરોએ ફેબ્રુઆરીમાં ન્યુ વીઆઇપી રોડ પર બિલ્ડરની ઓફિસમાં 2.40 લાખની તથા વીઆઇપી રોડ પર વીઆઇપી વ્યૂ કોમ્પ્લેક્ષમાં ઓફિસ અને દુકાનોમાંથી 51 હજારની મતાની ચોરી કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ટોળકી મોટી રકમની ચોરી કર્યા બાદ થાઇલેન્ડ, દિલ્હી, ગોવા સહિતનાં સ્થળોએ મોજમજા કરવા જતી રહેતી અને ડિસ્કોથેકમાં રૂપિયા ઉડાવી દેતી હતી. વૈભવ અને રાહુલે રાજકોટમાં 2016માં ત્રણ કિલો સોનાની ચોરી કરી હતી. બંને સામે રાજકોટમાં ઘરફોડ ચોરીના 2 અને ચીટિંગના 2 ગુના નોંધાયા હતા, જ્યારે સુરતમાં ઘરફોડ ચોરીના 11 ગુના નોંધાયેલા છે. જનક સોલંકી સામે વાપીમાં 1 અને સુરતમાં 5 ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે.

ન્યુ વીઆઇપી રોડ પર બિલ્ડરની ઓફિસમાં થયેલી ચોરીના સીસી ટીવી ફુટેજ પીસીબી પીઆઇ આર.સી.કાનમિયા ચેક કરતા હતા ત્યારે તેઓ ફુટેજમાં ચોરી કરનારા તસ્કરો પૈૈકી વૈભવને ઓળખી ગયા હતા. પીઆઇ કાનમિયા અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હતા ત્યારે તેમણે વૈભવ અને તેના સાગરીતોને પકડ્યા હતા, જેથી આ ચોરીમાં વૈભ‌વની ટોળકી હોવાનું તેમના ધ્યાનમાં આવતાં તેમણે રાજકોટ તપાસ કરાવી હતી. , જ્યાં જાણવા મળ્યું હતું કે વૈભ‌વ સુરત શિફ્ટ થઇ ગયો છે. સુરત તપાસ કરાવાતાં વૈભવે સુરતના 2ની મદદ લઇ નવી ગેંગ બનાવી હોવાનું જાણવા મળ્યા બાદ આ શખ્સોને ઝડપી પાડવા તેમણે બાતમીદારોની મદદથી વોચ ગોઠવી હતી.

ટોળકીએ નટુભાઇ સર્કલ પાસેની નાઇન જેમ્સ ડાયમંડ શોપમાં ગુગલ મેપ દ્વારા રેકી કરીને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. પાસેના જ ત્રિવ્યા કોમ્પ્લેક્ષની જ્વેલર્સ શોપ, અલકાપુકીમાં ઇન્ફાટેક સોફ્ટવેર નામની કંપનીમાં અને મકરપુરામાં આવેલ જાસ્મીન મોબાઇલ શોપમાં ચોરી કરવા રેકી કરી હતી પણ તે પહેલાં પકડાઇ ગયા હતા.

સુરતમાં ઘરફોડ ચોરીમાં પકડાયેલા ત્રણ જણા ગત જાન્યુઆરી માસમાં જેલમાંથી છૂટ્યા હતા અને ત્યારબાદ ગુગલ મેપ દ્વારા ભરૂચ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો પણ તેમાં તેઓ સફળ ના રહેતાં બાઇક અને મોપેડ લઇને ભરૂચથી વડોદરા આવ્યા હતા અને બે સ્થળોએ ચોરી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments