વડોદરા :ઘેટાં બકરાની જેમ છોકરાઓ ભરતા 31 સ્કૂલ વાહનો ડિટેન કરાયા

0
34

  • CN24NEWS-19/06/2019
  • રાજ્યમાં ખાનગી સ્કૂલની વાનમાં વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવે છે જેના કારણે અવારનવાર સ્કુલ વાનના અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે તાજેતમાં અમદાવાદના નારોલમાં સોમવારે એક ચાલુ સ્કુલ વાનમાંથી ૩ વિદ્યાર્થીઓ નીચે પડી જતા RTO સફાળું જાગ્યું હતું અને વડોદરાના લાલબાગ પાસેથી નિયમ વિરૂદ્ધ બાળકોને લઇને જતી 31 સ્કૂલ વાન ડીટેઇન કર્યાં હતા. જેમાં 16 સ્કૂલ વાન, 12 સ્કૂલ રિક્ષા અને 3 સ્કૂલ બસનો સમાવેશ થાય છે.આપને જણાવીએ કે RTO દ્રારા સાવરથી કરવામાં આવેલ કાર્યવાહીના લીધે ઘણા સ્કુલ વાન અને સ્કુલ રીક્ષાના ડ્રાઈવરોએ રજા પાડી દીધી હતી. જેના કારણે વાલીએ બાળકોને સ્કુલે મુકવા માટે દોડધામ મચાવી હતી.

    સોમવારે બનેલી ઘટના બાદ દરેક જગ્યાએ RTO દ્રારા કાયર્વાહી કરવામાં આવી હતી. જેમાં વડોદરા આરટીઓ વિભાગ પણ સામેલ છે. RTO વિભાગની ટીમે માંજલપુર વિસ્તારની સ્કૂલોમાં બાળકો લઇને જતી સ્કૂલવાન સામે પણ કાર્યવાહી કરી હતી. RTO વિભાગ દ્વારા સ્કૂલ વાનોના બાળકોને સ્કૂલમાં મૂકવા જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

    RTO  દ્રારા કરવામાં આવતી કાર્યવાહીની બીજા સ્કુલ વાન ચાલકોને થઇ તો એ લોકોએ રજા પાડી હતી એટલું જ એ લોકોની રજાના કારણે ઘણા બાળકો સ્કુલે જઈ શક્યા નહોતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here