Wednesday, December 8, 2021
Homeવડોદરા જિ.પં.ના કોંગી શાસકોની નફ્ફટાઇ, શહીદો કરતાં બજેટ મહત્વનું
Array

વડોદરા જિ.પં.ના કોંગી શાસકોની નફ્ફટાઇ, શહીદો કરતાં બજેટ મહત્વનું

વડોદરા: કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં સોમવારે બજેટને બહાલી આપવા ખાસ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા કમલેશ પરમાર દ્વારા શહીદોના માનમાં આ સભા મોકફ રાખવાની અપીલ કરાઈ હતી,પરંતુ મહિલા પ્રમુખ પન્નાબેન ભટ્ટ અને સભ્યોએ સભા ચાલુ રાખી શહીદ જવાનોનું હળહળતું અપમાન કર્યું હતું.

બીજી તરફ વિરોધ પક્ષના નેતા સહિત 11 ભાજપાના સભ્યોએ ચાલુ સભામાં જ મીણબત્તી સળગાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી ‘જવાનો અમર રહો’ ના નારા લગાવ્યા બાદ વોકઆઉટ કર્યું હતું.ઉલ્લેખનિય છે કે, સોમવારના રોજ કોર્પોરેશનમાં પણ બજેટની બેઠક હતી,પરંતુ આ બેઠકને શહીદોના માનમાં મોકૂફ કરી દેવાઈ હતી. બજેટની સભા દરમિયાન સભ્ય રણજીતસિંહ પરમારે પ્રમુખને રજૂઆત કરી હતી કે,લોકહિતાર્થે વિકાસનાં કામોની રૂ.2 કરોડની ગ્રાંટ પ્રમુખ દ્વારા ફાળવાતી હોય છે. તે વિકાસનાં કામોનું લિસ્ટને કારોબારી સમિતિમાં મૂકવામાં આવે,અને સમિતિ મંજૂર કરે ત્યાર બાદ આ ગ્રાંટની રકમનો ઉપયોગ કરાય. જોકે સભ્યની વાતનો જવાબ આપ્યા વગર જ પ્રમુખ સભા છોડી જતાં રહ્યાં હતાં.

પ્રમુખ પન્નાબેન ભટ્ટ અને કોંગ્રેસી સભ્યોએ સભા બાદ સર્કિટ હાઉસમાં 50થી વધુ લોકો માટેમિજબાની રાખી હતી. જમણવાર તૈયાર હતો પરંતુ વિપક્ષ દ્વારા સભા મોકૂફ રાખવી જોઈએ અને મિજબાની આ સમયે ન કરાય તેવો વિરોધ કરતાં આખરે મિજબાની રદ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments