વડોદરા : ટ્રેનોમાં નિંદ્રાધિન મહિલા મુસાફરોના પર્સની ચોરી કરતો દિલ્હીનો ગઠીયો ઝડપાયો

0
40

વડોદરાઃટ્રેનોમાં નિંદ્રાધિન મહિલા મુસાફરોના પર્સની ચોરી કરતા દિલ્હીના ગઠીયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. દિલ્હીનો ઠગ વડોદરા-ગોધરા લાઇન ઉપર દોડતી ટ્રેનોમાં રાત્રિના સમયે ચોરી કરતો હતો.

સવા લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. કે.જે ધડુકે જણાવ્યું હતું કે, આજે સવારે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહેલા 25 વર્ષિય મુલાયમસિંહ રઘુરાજ યાદવ (રહે. બિહારી કોલોની ખોલી નંબર-20, ઉત્તર દિલ્હી)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેના સામાનની તપાસ કરતા તેની પાસેથી સોનાના કાનની બુટ્ટી, સોનાની વીટી, સોનાની ચેઇન, ચાંદીના છડા, ત્રણ મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા 10,410 મળી કુલ્લે રૂપિયા 1,23,581નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સ્લિપીંગ કોચમાં ચોરી કરતો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીનો ઠગ મુલાયમસિંહ યાદવ સ્લિપીંગ કોચમાં બેસી જતો હતો. અને રાત્રે નિંદ્રાધિન મહિલાઓના પર્સ ચોરી કરતો હતો. અને ટ્રેન બીજા સ્ટેશને ઉભી રહે ત્યારે ત્યાં ઉતરી જતો હતો. અને જનરલ ડબ્બામાં બેસી જતો હતો. મુલાયમ સામે હત્યા, નારકોટિક્સ સહિતના ગુના નોંધાયેલા છે. આરોપીને સયાજીગંજ પોલીસ મથકના હેવાલે કરી દેવામાં આવ્યો છે. સયાજીગંજ પોલીસે તેની સામે ગુનો નોંધી તેની વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here