Friday, December 3, 2021
Homeવડોદરા : તબીબ દંપતીનું સંસ્કૃત મહાવિઘાલયને 50 લાખનું દાન
Array

વડોદરા : તબીબ દંપતીનું સંસ્કૃત મહાવિઘાલયને 50 લાખનું દાન

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયને બરોડા મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થી દંપતી અને યુકેમાં છેલ્લા 50 વર્ષ ઉપરાંતના સમયથી સ્થાયી થયેલા તબીબી દંપતીએ 50 લાખ રૂપીયાનું દાન કર્યું છે. સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન મળે તેવા આશયથી દંપતીના માતાના નામથી સંસ્કૃત ભવનનું નિર્માણ કરવામાં આવશે.

સંસ્કૃત મહાવિદ્યાલયના હયાત બિલ્ડિંગની બાજુમાં 50 લાખના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે. બરોડા મેડિકલ કોલેજમાં 1950-51ની સાલમાં એમબીબીએસ કરનાર ડો.હેમંત અને ડો.મૃણાલીની મહેતા 1960ની સાલમાં યુકે માઇગ્રેટ થયા હતા. યુકેમાં તબીબી ક્ષેત્રે વધુ અભ્યાસ કરીને કન્સલટન્ટ આઇ સર્જન તરીકે કામગીરી કરી હતી. ડો. હેમંત મહેતાએ ઇનોવેશન આઇ સર્જરી ટેકનીક પર સંશોધનો કર્યા હતા. 1992માં નિવૃત્ત થયા બાદ 80 વર્ષની ઉંમરે આય સર્જરી પર ટેકસ બુક પણ લખી હતી.
હાલમાં પણ તેઓ આઇ સર્જરી પર પેપરો લખી રહ્યા છે અને યુકેના જર્નલમાં પેપર રીવ્યુ કરી રહ્યા છે. બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થી હોવાના નાતે તથા ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તે સંસ્કૃત મહાવિદ્યાલયને 50 લાખનું દાન આપ્યું છે. તેમણે યુનિવર્સિટીને કરલે ઇમેલમાં જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા તમામ ભાષાની માતા સમાન છે. સંસ્કૃતએ સાયન્ટીફીક ભાષા છે જેના ગ્રામરના નિયમો અંગ્રેજી ભાષાએ પણ સ્વીકાર્યા છે. હું અને મારી પત્ની ભારતનું ઋણ અદા કરવા માંગીએ છીએ. અમે માનીએ છીએ કે સંસ્કૃત ભાષા ભારતની ધરોહર છે અને વિશ્વભરમાં આ ભાષાએ ઘણું પ્રદાન કર્યું છે. ડો.હેમંત મહેતા અને તેમના પત્નિ ડો.મૃણાલીની મહેતાના માતાના સંયુકત નામથી બિલ્ડિંગનું નામ અન્નપૂર્ણા સુમન રખાશે.
સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધીમાં 50 લાખની રકમનું ડોનેશન એ સૌથી મોટું દાન છે. સંસ્કૃત મહાવિદ્યાલય યુનિવર્સિટીની અમૂલ્ય ધરોહર સમાન છે પંરતુ છેલ્લા એક દાયકાથી ધીમે ધીમે સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે.
હયાત સંસ્કૃત મહાવિદ્યાલયના બિલ્ડિંગની બાજુમાં ખાલી જગ્યા પર જ 50 લાખના ખર્ચે ભવ્ય સંસ્કૃત ભવનનું નિર્માણ કરવામાં આવશે જેનું નામ અન્નપૂર્ણા સુમન રાખવામાં આવશે. સંસ્કૃત મહાવિદ્યાલયમાં રૂમોની સંખ્યા ઓછી હોવાછી ડી.એન હોલમાં રૂમો ફાળવામાં આવ્યા છે. નવા બિલ્ડિંગના બાંધકામ બાદ ડીએન હોલના રૂમો ખાલી કરી દેવાશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments