વડોદરા : દીદી સંપૂર્ણપણે માનસિક બેલેન્સ ગુમાવી ચૂક્યા છે, ‘દીદીગીરી’ કરવા નીકળી છેઃ મુખ્યમંત્રી રૂપાણી

0
44

વડોદરાઃ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ પંચશતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે હતા. જ્યાં મુખ્યમંત્રી અને જ્ઞાનજીવનદાસ સ્વામીએ યુવા-યુવતી શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મમતા બેનર્જી અંગે વિજય રૂપાણીએ જણવ્યું હતું કે, મને લાગે છે કે, દીદી સંપૂર્ણપણે માનસિક રીતે બેલેન્સ ગુમાવી ચૂક્યા છે. ધરતી તેમના પગ નીચેથી નીકળી ગઇ છે. એટલા માટે જ લોકશાહીને કલંકિત કરીને દીદી ‘દીદીગીરી’ કરવા નીકળી છે. ભારત અને બંગાળની જનતા આ ચલાવશે નહીં. આ ચૂંટણીમાં જ બંગાળની જનતા દીદીને મત દ્વારા જવાબ આપશે. અને દરેક વખતે ગુંડાગીરી, દાદાગીરી, ધમકીઓની ભાષા અને તંત્રનો દુરૂપયોગ થઇ રહ્યો છે. લોકસભામાં સભા પણ ન કરવા દેવાતી નહોતી, માત્ર બંગાળમાં હિંસાના બનાવો બને છે. દીદી જ જવાબદાર છે. અને ખાલી વાતો કરે છે. પરિણામ સ્પષ્ટ છે. આવનારા દિવસોમાં તૃણમુલ કોંગ્રેસનું સંપૂર્ણ પતન થઇ જશે.

બેગોમાં ફરીથી ખાતર ભરવીને 50 કિલો પુરૂ ખાતર આપવામાં આવશે
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ખાતરની બોરીઓની તપાસ કરતા ખબર પડી કે, 50 કિલોની બોરીમાં એવરેજ 250થી 275 ગ્રામ ખાતર ઓછું નીકળતુ હતું. જે 50 કિલોની બોરીમાં અડધા ટકાથી પણ ઓછું થાય છે. જેનો હિસાબ કરીએ તો 10 રૂપિયાનો ફરક પડે છે અને દરેક બેગો પેક જ હતી, જેથી એક શક્યતા એ છે કે, જ્યારે ભેજ ચૂસાઇ જાય, ત્યારે વજન થોડુ ઘટી શકે છે. જેની તપાસ હાલ ચાલી રહી છે. અને બીજુ એ કે, ઓટોમેટીક મશીનો પર બેગો ભરાય છે. ત્યાં વજનમાં કોઇ ગરબડ નથી ને તેની પણ તપાસ કરાઇ રહી છે. પરંતુ મૂળ વાત એ છે કે, આ કૌભાંડ નથી. સરકારે નિર્ણય કર્યો છે કે, બધી બેગોમાં ફરીથી ખાતર ભરવુ અને 50 કિલો પુરૂ ખાતર ખેડૂતોને આપવામાં આવે. જેમ જેમ બેગો ભરાઇ જાય છે. તેમ તેમ ખાતર આપવાનું શરૂ કર્યું છે. 3 દિવસમાં નોર્મલ થઇ જશે.

બિયારણના વિક્રેતાઓને ત્યાં અમે દરોડા પાડીએ છીએ
નકલી બિયારણ અંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બિયારણના વિક્રેતાઓને ત્યાં અમે દરોડા પાડીએ છીએ. જેથી કરીને ખેડૂતોને ભવિષ્યમાં નકલી બિયારણથી સિઝન ફેલ ન જાય. અમે દર વખતે દરોડા પાડીને આવા વેપારીઓને પકડીએ છીએ. અને કડકમાં કડક પગલાં લઇએ છીએ. આ કોઇ કૌભાંડ નથી.

શિબિરમાં આવવાનું આજે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું
વડોદરામાં સ્વામીનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાની 15 વર્ષની ઉજવણી અને યુવાન શિબિર રાખવામાં આવી છે. યુવાનોના ઘડતર અને યુવાનો વ્યસન મુક્ત બને અને સંસ્કારી બને તે શિબિરમાં આવવાનું આજે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દેશ ભક્તિ અને રાષ્ટ્રવાદ જ બધી સમસ્યાનો ઉકેલ છે. રાષ્ટ્ર બચશે તો જ બધુ બચવાનું છે અને રાષ્ટ્ર બચે તે પહેલી જવાબદારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here