Thursday, September 23, 2021
Homeવડોદરા : દેવુ વધી જતા વેપારીએ આપઘાત કર્યો,
Array

વડોદરા : દેવુ વધી જતા વેપારીએ આપઘાત કર્યો,

વડોદરા: વડોદરા શહેરના સમા વિસ્તારમાં કરીયાણાની દુકાન ચલાવતા વેપારીએ દેવું વધી જતાં ફાંસો ખાઇ જીવા દોરી ટુંકાવી લીધી હતી. એક સપ્તાહ પૂર્વે વેપારીએ એક ચિઠ્ઠી લખી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, દેવું વધી ગયું હોવાથી હું આપઘાત સિવાય મારી પાસે કોઇ વિકલ્પ નથી.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં શ્રીરામનગર સોસાયટીમાં રહેતા જમનાલાલ ગેમાજી સુથાર (ઉં.વ.55) મૂળ રાજસ્થાન ના વતની છે. વર્ષો પૂર્વે તેઓ વડોદરા સ્થાયી થયા હતા. વડોદરા તેઓ એકલા જ રહેતા હતા. અનાજ-કરીયાણાની દુકાન શરૂ કરી હતી. કરીયાણાની દુકાન ચલાવવા માટે તેઓએ અનેક વ્યક્તિઓ પાસે ઉછીના અને વ્યાજથી નાણાં લીધા હતા. ધંધો વ્યવસ્થિત ચાલતો ન હોવાથી તેઓ દેવામાં ડૂબી ગયા હતા. જેના કારણે તેઓએ આજે સવારે તેઓએ પંખા ઉપર સાડીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી.

વેપારી જમનાલાલ સુથારે તા.26 માર્ચે ચિઠ્ઠી લખી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા માથે દેવું થઇ ગયું છે. મારા માટે આપઘાત કરવા સિવાય કોઇ બીજો વિકલ્પ નથી. મારા આપઘાત પાછળ કોઇ જવાબદાર નથી. સમા પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments