વડોદરા : ધોરણ-10નું 73.92 ટકા પરિણામ, વિદ્યાર્થીઓએ બતાવી સફળતાની ચાવી

0
47

આજરોજ રાજ્યમાં ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ-10નું 66.97 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં સૌથી વધુ સુરતનું 79.63 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરાનું 67.03 ટકા પરિણામ આવ્યું છે.

રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં વડોદરાનું 67.03 ટકા પરિણામ આવ્યું છે. શહેરમાં કુલ 40 હજાર 277 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 26 હજાર 997 વિધાર્થીઓ પાસ થયા છે. 201 વિધાર્થીઓએ A1 ગ્રેડ, 1714 વિધાર્થીઓએ A2 ગ્રેડ અને 3685 વિધાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે.

ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે ધોરણ 10નું 1.03 ટકા પરિણામ વધ્યું છે. કારેલીબાગની જય અંબે વિધાલય ખાતે વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ પરિણામને લઇને ઉજવણી કરી હતી. જેમાં શિક્ષકોએ પાસ થયેલા વિધાર્થીઓને પેંડા ખવડાવી મોઢુ મીઠુ કરાવીને આર્શીવાદ આપ્યા હતા. આ સાથે જ વિધાર્થીઓએ એકબીજાને પણ શુભેચ્છા આપી હતી.

વિધાર્થીઓ સફળ પરિણામ માટે ભણવાની સાથે મનોરંજન પણ પરીક્ષા દરમિયાન લેવું જોઈએ તેવો સંદેશો આપ્યો છે. રાજ્યમાં ધોરણ-10નું 66.97 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં સૌથી વધુ સુરતનું 79.63 ટકા પરિણામ આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 46.33 ટકા જાહેર થયું છે. રાજ્યમાં કુલ 11 લાખ 59 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here