Tuesday, January 18, 2022
Homeવડોદરા નજીક દશરથ ગામમાં પ્રતિબંધિત પબજી અને મોમો ચેલેન્જ રમતા 4 યુવાન...
Array

વડોદરા નજીક દશરથ ગામમાં પ્રતિબંધિત પબજી અને મોમો ચેલેન્જ રમતા 4 યુવાન ઝડપાયા

વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામમાં પ્રતિબંધિત પબજી અને મોમો ચેલેન્જ રમતા 4 યુવાનોને છાણી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનોએ મોબાઇલ ફોન સંતાડવાનો પ્રયાસ કર્યો
છાણી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. પી.કે.ચાવડાએ જણાવ્યું હતું કે, છાણી પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે સમયે તેઓને દશરથ ગામમાં સોલંકી ફળિયાના ચોતરા પર યુવાનો બેઠા હતા. પોલીસ પહોંચતા જ યુવાનો ચોંકી ઉઠ્યા હતા. અને પોતાના મોબાઇલ ફોન સંતાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેઓના મોબાઇલ ફોનની તપાસ કરતા 4 યુવાનો પબજી અને મોમો ગેમ રમતા હોવાનું જણાઇ આવ્યું હતું.
પોલીસે 42 હજારની કિંમતના 5 મોબાઇલ ફોન કબજે કર્યાં
પોલીસે પ્રતિબંધિત પબજી અને મોમો ગેમ રમતા દિપક રમેશભાઇ સોલંકી, ગૌતમ રમણભાઇ સોલંકી, દિલીપ ભીખાભાઇ સોલંકી અને મહેલુ નગીનભાઇ સોલંકીની ધરપકડ કરી હતી. તેઓ પાસેથી રૂપિયા 42 હજારની કિંમતના 5 મોબાઇલ ફોન કબજે કર્યાં હતા. છાણી પોલીસે પ્રતિબંધિત ગેમ રમવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular