Tuesday, December 7, 2021
Homeવડોદરા નજીક રતનપુર ગામમાં પોલીસ પર હુમલાઓ કરનારા બે બુટલેગર ભાઇઓ ઝડપાયા
Array

વડોદરા નજીક રતનપુર ગામમાં પોલીસ પર હુમલાઓ કરનારા બે બુટલેગર ભાઇઓ ઝડપાયા

વડોદરા: પોલીસ ઉપર અવાર-નવાર હુમલાઓ કરનાર રતનપુર ગામના બે કુખ્યાત બુટલેગર ભાઇઓની પોલીસે ધરપકડ કરી છે. રતનપુર ગામમાં રહેતા રાકેશ ઉર્ફ લાલો રજનીકાંત જયશ્વાલ અને હિતેષ ઉર્ફ પપ્પુ રજનીકાંત જયશ્વાલ સામે વરણામા પોલીસ મથકમાં 19 ગુના નોંધાયેલા છે.

આ અગાઉ માથાભારે બુટલેગર ભાઇઓએ રેડ પાડવા ગયેલી પોલીસ ઉપર હુમલાઓ કર્યા હતા. ગામમાં ધાક ધમકીઓ આપીને લોકોના ઘરોમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખે છે. અગાઉ તેઓને પાસા પણ થઇ હતી. અને બંને ભાઇઓ છેલ્લા બે માસથી વોન્ટડ હતા. વરણામા પોલીસના પી.એસ.આઇ. જયદીપસિંહ સરવૈયાએ સ્ટાફ સાથે રતનપુર ગામના રહેવાસી મૃતક હરીશ શનાભાઇ રાઠોડીયાના ઘરે દરોડો પાડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments