Tuesday, September 21, 2021
Homeવડોદરા નજીક સમીયાલા ગામમાં મોડી રાત્રે કોમી છમકલું, પથ્થરમારામાં 8 ઇજાગ્રસ્ત
Array

વડોદરા નજીક સમીયાલા ગામમાં મોડી રાત્રે કોમી છમકલું, પથ્થરમારામાં 8 ઇજાગ્રસ્ત

વડોદરાઃ વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા સમીયાલા ગામમાં મંગળવારે મોડી રાત્રે અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરવાના મુદે થયેલા ઝઘડામાં બે કોમના ટોળા સામ-સામે આવી ગયા હતા. બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો થતાં 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ તાલુકા પોલીસને થતાં મોડી રાત્રે પોલીસે ઘટના સ્થ‌ળે પહોંચી જઇને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

સમીયાલા બસ સ્ટેન્ડ નજીક આવેલા ફળીયામાં સરપંચના ઘરની નજીક બાકડા પર બેસેલા લઘુમતી કોમના યુવાનોને અભદ્ર ભાષામાં નહીં બોલવા માટે ટકોર કરવાના મુદ્દે થયેલા ઝઘડો થયો હતો. અને આ ઝગડાએ કોમી સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોત જોતમાં બંને કોમના ટોળાઓ સામ સામે આવી ગયા હતા અને હથિયારો સાથે એક બીજા પર હુમલો કરવા સહિત ભારે પથ્થરમારાના પગલે નાસભાગ મચી જવા પામી હતી.
8 ઇજાગ્રસ્ત પૈકી 6 લોકોને પાદરાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તાલુકા પોલીસને બનાવ અંગે જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતીને કાબૂમાં લીધી હતી સ્થાનિક લોકોએ સરપંચના ઘર પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કર્યો હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments