વડોદરા નજીક સાઠોદ ગામમાં તોડ કરવા ગયેલા 5 બોગસ પત્રકારોને લોકોએ ફટકાર્યા

0
38

વડોદરા: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં પ્રેસના નામે તોડ પાડવા ગયેલા 5 બોગસ પત્રકારોને ગામ લોકોએ માર માર્યો હતો. જેનો વીડિયો વિડીયો વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી.

ડભોઇ તાલુકાના સાઠોદ ગ્રામ પંચાયત દ્વારા ગામના તળાવમાંથી માટી ખોદકામ કરીને પંચાયત ઓફિસ અને લોકોના ઘર પાસે માટી નાંખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેના આધારે માટી નાંખવાનું કામ ગામમાં ચાલી રહ્યું હતું. આ અંગેની જાણ કેટલાક બોગસ પત્રકારોને થતાં સાઠોદ ગામમાં પહોંચી ગયા હતા. અને માટી ક્યાંથી લાવો છો. ગેરકાયદે ખોદકામ કરવું ગુનો બને છે. તેવી ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

સાઠોદ ગામમાં તોડ પાડવા માટે ઉતરી પડેલી ટોળકીને સબક શિખવાડવા ગામ લોકોનું પણ ટોળું એકઠું થઇ ગયું હતું. ગામ લોકોએ તેઓનો ઇરાદો જાણ્યા બાદ મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. બોગસ પત્રકારોને માર મારતા વાયરલ થયેલા વીડિયોએ ચર્ચા જગાવી હતી. જોકે, આ બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here