Saturday, September 25, 2021
Homeવડોદરા : નરેન્દ્ર મોદી નું હાર્ટએટેકથી અવસાનની ખોટી પોસ્ટ મૂકનાર આપના કાર્યકરની...
Array

વડોદરા : નરેન્દ્ર મોદી નું હાર્ટએટેકથી અવસાનની ખોટી પોસ્ટ મૂકનાર આપના કાર્યકરની ધરપકડ

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હાર્ટએટેકથી અંકલે અવસાન થયું હોવાની ફેસબુક પર ખોટી પોસ્ટ મૂકી જાહેર શાંતિને જોખમમાં મૂકનાર કિશનવાડીના આમઆદમી પાર્ટીના કાર્યકર ઘનશ્યામ પરમાર સામે ભાજપ કાર્યકરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં પોલીસે તેની ધરપકડ કરી છે. કાર્યકરે એપ્રિલ ફૂલ બનાવવા માટે 1 એપ્રિલે પોસ્ટ મૂકી હોવાનો બચાવ કર્યો હતો. અલબત્ત, આપના કાર્યકરની દલીલનો પોલીસ ઇનકાર કરી રહી છે.

કિશનવાડી જગદંબા પોળમાં રહેતા અને અલકાપુરીમાં ક્રિષ્ણા મોબાઇલ નામની દુકાન ધરાવતા યોગેશ જેસીંગ પરમાર ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષનો હોદ્દો ધરાવે છે. 1 એપ્રિલે મોડી રાત્રે 1 વાગે તે મોબાઇલ પર ફેસબુકનો ઉપયોગ કરતો હતો ત્યારે એક પોસ્ટ જોવા મળી હતી. જેમાં ગોગલ્સ પહેરેલા એક પુરુષનો ફોટો તેમજ ગુજરાત પોલીસનો લોગો હતો અને બાજુમાં અંગ્રેજીમાં ઘનશ્યામ પરમાર 26 મિનીટ, એવું લખેલું હતું.

પોસ્ટમાં આજે રાત્રે 12:05 વાગે હાર્ટએટેકથી ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીનું અંકલે અવસાન થયું ω તેવું લખાણ લખેલું હતું. આ સાથે વડાપ્રધાનના કોલાજ કરેલા ફોટો પણ મૂકેલા હતાં. પોસ્ટ જોઇને સ્તબ્ધ થઇ ગયેલા ભાજપના કાર્યકરો ટીવી ચાલુ કરી સમાચાર જોતા આવો કોઇ બનાવ જોવા મળ્યો ન હતો. ખોટી , ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી માહિતી મૂકી ગુનો કર્યો હતો. ભાજપ કાર્યકરની ફરિયાદના પગલે ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે ઘનશ્યામ પરમારની ધરપકડ કરી પૂછતાછ કરતાં પોતે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે, તેણે ઇન્ટરનેટ થી વડાપ્રધાનના ફોટો ડાઉનલોડ કરી પીક્સ આર્ટ નામની એપ્લીકેશનમાં ફોટો એડીટ કરી પોતે જ ફેસબુક પર પોસ્ટ કરી હોવાની કેફિયત કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં તેના જામીન મંજૂર કર્યા હતાં.

ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, લોકસભાની ચૂંટણીનો માહોલ છે. આવા સમયે સોશિયલ મીડિયા પર લોકલાગણી દુભાય તેવી પોસ્ટ મૂકવાનું ટાળવું જોઇએ. સાયબર સેલની ટીમ સોશિયલ મીડિયા પર સતત વોચ રાખી રહી છે. લોકોમાં ઉશ્કેરાટ અને અશાંતિ ફેલાય તેવી પોસ્ટ મૂકનાર સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments