Tuesday, September 28, 2021
Homeવડોદરા ના પાણીગેટ વિસ્તાર ના મકાન માં આગ લાગી,
Array

વડોદરા ના પાણીગેટ વિસ્તાર ના મકાન માં આગ લાગી,

વડોદરા: વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાણાવાસમાં આજે એક મકાનમાં આગ ફાટી નીકળી હતી. સાંકળી પોળમાં આવેલા મકાનમાં લાગેલી આગને પગલે રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ફાયર બ્રિગેડની મોટી ગાડીઓને પણ સાંકળી પોળમાં જતા મુશ્કેલી પડી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

 

રાણાવાસમાં રહેતા રાકેશભાઇ રાણાના મકાનમાં આગ ફાટી નીકળતા મકાનમાંથી ધૂમાડા નીકળતા પોળના લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આગને બૂઝાવવા સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આગ વધુ પ્રસરતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઇ લીધી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ કહેવાય છે કે, મંદિરમાં પ્રગટાવેલા દીવાની જ્યોત ઇલેકટ્રીક વાયરમાં અડી જતાં આગ ફાટી નીકળી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments