વડોદરા પાસે જીપ-બાઈક વચ્ચેની ટક્કરમાં બે ભાઈઓના મોત

0
68

વડોદરા: સાવલી-પોઈચા રોડ પર બાઈક અને જીપ વચ્ચે અકસ્માત થતા બે પિતરાઈ ભાઈઓના મોત થયા હતા. બાઈક ચાલકે હેલમેટ પહેર્યું હતું પણ ટક્કર એટલી ભયાનક હતી કે બચી ન શક્યા.

મૃતક ભાઈઓના નામ

1. મહેન્દ્રસિંહ ચાવડા (ઉંમર- 30 વર્ષ)
2. જગદીશસિંહ ચાવડા (ઉંમર- 42 વર્ષ)

બંને એક સાથે નોકરી જતા

આણંદના અહીમા ગામમાં રહેતા મહેન્દ્રસિંહ અને જગદીશસિંહ સાવલી તાલુકાના મંજુસર GIDC સ્થિત ABB કંપનીમાં નોકરી કરતા હતા. બંને ભાઇ રોજ એકજ બાઈક ઉપર નોકરી જતા અને સાથે પરત ફરતા હતા. આજે સવારે 6 વાગે આહીમા ગામથી તેઓ નોકરી જવા માટે નીકળ્યા હતા. સાવલી-પોઇચા રોડ ઉપર બાલાનાપુરા ગામ પાસેથી પસાર થતા હતા. ત્યારે પૂરપાટ ઝડપથી આવતી તુફાન ગાડીએ બાઈકને ટક્કર મારતા બંને ભાઈ ફંગોળાઈ ગયા હતા.

જીપચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ

આ બનાવની જાણ મહેન્દ્રસિંહ ચાવડાના પિતા તેમજ સાવલી તાલુકાના રાણીયા ગામે આવેલી તેની સાસરીમાં થતાં પિતા અને સાસરીયાઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોને મહેન્દ્રસિંહ અને જગદીશસિંહ બંનેના મોત થયા હોવાની જાણ થતાં, તેઓના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. ગિરીશસિંહ ચાવડાએ તુફાન ગાડીના ચાલક સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here