Thursday, October 21, 2021
Homeવડોદરા પાસે રેલવે કોરિડોર માટે સંપાદન થયેલી જમીનનું વળતર ન મળતા ખેડૂતોનો...
Array

વડોદરા પાસે રેલવે કોરિડોર માટે સંપાદન થયેલી જમીનનું વળતર ન મળતા ખેડૂતોનો હોબાળો

વડોદરાઃ હરિયાણાના રેવડીથી મુંબઇ સુધીના ડેડિકેટેડ ફ્રેઈટ રેલવે કોરિડોર માટે સંપાદન કરેલી જમીનનું વળતર ન મળતા વડોદરા નજીક આવેલા સમિયાલાના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં પોલીસે  વિરોધ કરી રહેલા બે ખેડૂતોની અટકાયત કરી હતી.

વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા સમિયાલા ખાતેના બ્લોક નં-281માં રેલવે કોરિડોરને લઇને જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. આ સમયે અગાઉ સંપાદન થયેલી જમીનમાં ખેડૂતોને ઓરડી અને ટ્યુબવેલનું વળતર ન મળ્યું હોવાથી હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના હસમુખ ભટ્ટ સ્થળ પર દોડી ગયા હતા. અને દરમિયાન ગીરી કરી હતી. પરંતુ ખેડૂતોના વિરોધને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને મામલો શાંત પાડ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments