Monday, September 20, 2021
Homeવડોદરા પાસે NH-48 પર ચોખા ભરેલુ કન્ટેનર બળીને ખાખ, કોઇ જાનહાની નહીં
Array

વડોદરા પાસે NH-48 પર ચોખા ભરેલુ કન્ટેનર બળીને ખાખ, કોઇ જાનહાની નહીં

વડોદરાઃ વડોદરા નજીક નેશનલ હાઇવે નં-48 પર કપૂરાઇ ચોકડીથી તરસાલી બાયપાસ તરફના રોડ પર બપોરના સમયે ચોખા ભરેલુ કન્ટેનર અચાનક જ સળગી ઉઠ્યું હતું. વડોદરા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. પરંતુ ચોખા ભરેલુ કન્ટેનર બળીને ખાખ થઇ ગયું હતું.

સાંણદની રાઇસ મિલમાંથી ટ્રક કન્ટેનર(MH 46-BF-4502) ચોખા ભરીને મુંબઇ તરફ જઇ રહ્યું હતું. આ સમયે બપોરે 12-30 વાગ્યાની આસપાસ વડોદરા પાસે કન્ટેનરમાં આગ ફાટી નીકળી હતી. જેથી ટ્રકમાં બેઠેલા ડ્રાઇવર સહિતના લોકો ઉતરી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments