વડોદરા / પૂર્વ પત્ની સાથે બોલાચાલી થયા બાદ સાસરી સામે જ અગ્નિસ્નાન

0
18

  • CN24NEWS-19/06/2019
  • 2 વર્ષથી છૂટાછેડા થયા બાદ પણ પત્નીને મળવા જતો હતો
  • યુવકને SSGમાં ખસેડાયો, આર્થિક સંકડામણ પણ

વડોદરા: મકરપુરામાં રહેતા 35 વર્ષીય યુવાનના બે વર્ષ અગાઉ ડિવોર્સ થયા બાદ તે પોતાની પૂર્વ પત્નીને અવારનવાર ‘હું સળગી જઈશ’ એવું કહયા કરતો હતો. થોડા દિવસોથી તે આર્થિક સંકળામણમાં સપડાતા મંગળવારે સવારે બાજુની સોસાયટીમાં જ રહેતી પોતાની પૂર્વ પત્નીના ઘર બહાર સળગી જઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને સમયસર સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો.

પૂર્વપત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થતા કર્યું અગ્નિસ્નાન
હોસ્પિટલના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મકરપુરા વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેતો રાજન જગદીશ રાય (ઉં.વ.38) કારેલીબાગમાં ચાલી રહેલા એક ફનફેર માં મેનેજર તરીકે કામ કરતો હતો. બે વર્ષ અગાઉ બાજુની સોસાયટીમાં જ રહેતી તેની પૂર્વ પત્ની સાથે છૂટાછેડા થયા બાદ પણ બંને અવારનવાર મળતા હતા. પોલીસસૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, બંને વચ્ચે ક્યારેક બોલાચાલી થાય તો રાજન તેની પૂર્વ પત્નીને સળગી જવાની ધમકી પણ આપતો હતો અને છેલ્લા થોડાઘણા દિવસોથી તે આર્થિક સંકળામણમાં સપડાયેલો હતો. આ દરમ્યાનમાં તેની પૂર્વપત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થતા મંગળવારે સવારે તે પૂર્વ પત્નીના ઘર બહાર ઉભો રહ્યો હતો અને પોતાના પર જાતે જ કેરોસીન છાંટીને સળગી ગયો હતો. બનાવને પગલે આસપાસમાંથી લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને દઝાયેલા રાજનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકના અગ્નિસ્નાન પાછળ આર્થિક સંકળામણ પણ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here