વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 21,233 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 236, કુલ 19,617 દર્દી રિકવર

0
4

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 21,233 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 236 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 19,617 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1380 એક્ટિવ કેસ પૈકી 145 દર્દી ઓક્સિજન પર અને 46 દર્દી વેન્ટિલેટર પર છે અને 1189 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 6583 કેસ શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 21,233 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3166, પશ્ચિમ ઝોનમાં 3432, ઉત્તર ઝોનમાં 4194, દક્ષિણ ઝોનમાં 3822, વડોદરા ગ્રામ્યમાં 6583 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરઃ

ગોરવા, નિઝામપુરા, છાણી, અમિતનગર, કારેલીબાગ, હરણી રોડ, ખોડિયારનગર, ફતેપુરા, પોલો ગ્રાઉન્ડ, નવાપુરા, દંતેશ્વર, આર.વી.દેસાઈ રોડ, ફતેપુરા, રાજમહેલ રોડ, લાલબાગ, તાંદલજા, સુભાનપુરા

ગ્રામ્યઃ

સાવલી, બીલ, બાજવા, ધનિયાવી, આસોજ, વાઘોડિયા રોડ, કરજણ, ડભોઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here