Tuesday, September 21, 2021
Homeવડોદરા : પોતાના જ ઘરમાંથી પિતાના સોનાના દાગીના સહિત 2.66 લાખની ચોરી...
Array

વડોદરા : પોતાના જ ઘરમાંથી પિતાના સોનાના દાગીના સહિત 2.66 લાખની ચોરી કરનાર પુત્ર ઝડપાયો

વડોદરાઃ મોજશોખ કરવા માટે નિવૃત્ત પિતાની રૂપિયા 2.66 લાખની પૂંજીની ચોરી કરનાર પુત્રની વડોદરા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. પુત્રએ 4 માસ પહેલાં પિતાની તિજોરીમાંથી દાગીના તેમજ રોકડની ચોરી કરી હતી.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયા પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા અમર ઉર્ફ અનેમ રાજુભાઇ મિસ્ત્રી 4 માસ પૂર્વે પોતાના જ ઘરમાંથી રોકડ તથા સોનાના દાગીના મળી રૂપિયા 2.66 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. નિવૃત્ત રાજુભાઇ મિસ્ત્રીને નાણાંની જરૂરીયાત પડતા તિજોરી ખોલી હતી. પરંતુ, તિજોરી માં નાણાં જણાઇ ન આવતા તેઓએ માંજલપુર પોલીસ મથકમાં પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે ચોરીના મુદ્દામાલ સાથે અમર ઉર્ફ અનેમ મિસ્ત્રીની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments