વડોદરા પોલીસની સમજ સ્પર્શ ટીમે 7 મહિનામાં 50 હજાર બાળકોને ગુડ-બેડ ટચની સમજ આપી

0
32

વડોદરાઃ વિશ્વના 80 ટકા બાળકો જાતીય સતામણીનો ભોગ બન્યા જ હોય છે. પણ જ્યારે તેઓને ખ્યાલ આવે કે તેઓ ભોગ બન્યા છે, ત્યારે સમય નીકળી ગયો હોય છે. આઇટીના આ યુગમાં બાળકો સાથે જાતીય સતામણી ન થાય તે માટે વડોદરા શહેર ઝોન-4ના ડી.સી.પી. સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ 19 જુલાઇ 2018ના રોજ સમજ સ્પર્શ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. 7 મહિનામાં ટીમે 55થી વધુ શાળામાં 80 હજારથી વધુ બાળકો, વાલીઓ અને શિક્ષકોને ગુડ અને બેડ ટચની સમજ આપવામાં આવી હોવાનું IPS સરોજ કુમારીએ જણાવ્યું હતું.

સમજ સ્પર્શ અભિયાનને લોકો સુધી સરળતાથી પહોંચાડવા માટે સમજ સ્પર્શની ઓનલાઇન પાઠશાળા ઓક્ટોબરમાં શરૂ થઇ હતી. જેના દ્વારા હજારોની સંખ્યામાં લોકો અભિયાનમાં જોડાયા. સાથે આંગણવાડીની 400 કાર્યકર્તાઓને આ અભિયાનમાં જોડીને બાળકોને સમજાવવા માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. નવરાત્રીના સમયે સ્ટોલ લગાવીને આ અભિયાન અંગે 3થી 18 વર્ષના 46 હજાર બાળકોને અને 18 વર્ષથી ઉપરના 41 હજાર લોકોને સમજ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here