Thursday, October 21, 2021
Homeવડોદરા પોલીસે 24 કલાકમાં 3.68 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો, મેડિકલ સ્ટોરના પૂર્વ...
Array

વડોદરા પોલીસે 24 કલાકમાં 3.68 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો, મેડિકલ સ્ટોરના પૂર્વ કર્મી સહિત 2 ઝડપાયા

વડોદરા: માંજલપુરના દેવપુષ્પ કોમ્પ્લેક્ષમાં આવેલી મેડિકલ સ્ટોરમાંથી રૂપિયા 3.68 લાખની ચોરી થઇ હતી. માંજલપુર પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે માત્ર 24 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં અગાઉ મેડિકલ સ્ટોરમાં નોકરી કરનાર સંદિપ અર્જુનભાઇ કહાર (રહે. 728, સોમનાથનગર, ડભોઇ રોડ) અને તેના મિત્ર હાર્દિક ઉર્ફ હરી નિરંજનભાઇ પટેલ (રહે. 1, ગજાનંદપાર્ક, માંજલપુર)ની સંડોવણી બહાર આવતા પોલીસે તેઓની ધરપકડ કરી છે.
પોલીસે તેઓ પાસેથી મેડિકલ સ્ટોરમાંથી ચોરી કરેલી રોકડ રકમ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંદિપ અને હરીશે અગાઉ કોઇ જગ્યાએ ચોરી કરી છે કે કેમ? તે અંગેની તપાસ કરવા પોલીસે તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments