Home ગુજરાત વડોદરા : ફતેગંજ પરના તબેલાઓ દૂર કરાતાં પોલીસ ગૌપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું

વડોદરા : ફતેગંજ પરના તબેલાઓ દૂર કરાતાં પોલીસ ગૌપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું

0
23

વડોદરાઃશહેરના ફતેગંજ સદરબજારમાં છેલ્લા બે વર્ષથી મુખ્ય માર્ગ ઉપર ભરવાડો-રબારીઓએ ગરેકાયદેસર બનાવેલા ગાયો-ભેંસોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તબેલાઓ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની દબાણ શાખા અને ગૌપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે, કોર્પોરેશને ગૌપાલકોનો પ્રચંડ વિરોધ હોવા છતાં, તબેલાઓ દૂર કરી રસ્તો ખૂલ્લો કરી દીધો હતો. અને 30 જેટલી ગાયો કબજે કરી પાંજરા પોળમાં મોકલી આપી હતી.

તબેલાનો સફાયો કરી દેવાયો

શહેરના ફતેગંજ સદરબજાર સ્થિત દિપકનગરથી નવયુગ સ્કૂલ જવાના મુખ્ય રસ્તા ઉપર છેલ્લા બે વર્ષ ઉપરાંતથી ભરવાડો-રબારીઓએ ગેરકાયદેસર ગાયો-ભેંસોના તબેલાઓ બનાવી મોટા પાયે દબાણો કર્યા હતા. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તબેલાઓ દૂર કરી ગાયોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે કોર્પોરેશનમાં રજૂઆતો કરી હતી. અનેક વખતની રજૂઆતોના અંતે આજે કોર્પોરેશનની દબાણ શાખાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભરવાડો-રબારીઓએ ગેરકાયદેસર બનાવેલા ગાયો-ભેંસોના તબેલાઓનો સફાયો બોલાવી દીધો હતો.

ગૌપાલકોનો આક્ષેપ

કોર્પોરેશન દ્વારા ખોટી રીતે દબાણો દૂર કરવામાં આવ્યા છે. અને તેબેલામાંથી ગેરકાયેદસર રીતે ગાયો કબજે કરી છે. તેવો આક્ષેપ કરીને ભરવાડો અને રબારીઓએ મેયર ડો. જિગીશાબહેન શેઠને રજૂઆત કરી હતી. રજૂઆતના અનુસંધાનમાં મેયરે ગાયોના પ્રશ્ને કાયમી ઉકેલ આવે તે અંગેનું આયોજન કરવામાં આવશે. તેવો જવાબ આપી માલધારીઓને રવાના કરી દીધા હતા.

Live Scores Powered by Cn24news