Tuesday, September 21, 2021
Homeવડોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારી પ્રશાંત પટેલે ઉમેવારી ફોર્મ ભર્યું
Array

વડોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારી પ્રશાંત પટેલે ઉમેવારી ફોર્મ ભર્યું

વડોદરા: વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે(ટીકો) આજે વિશાળ રેલી સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઢોલ-નગારા, આદિવાસી નૃત્ય સાથે નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. એક શિક્ષીત બેજગોર યુવાન, એક મુસ્લિમ મહિલા, એક બ્રાહ્મણ યુવાન સહિત 4 લોકોએ ટેકેદાર તરીકે સહી કરી હતી.

વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે (ટીકો) જ્યુબિલી બાગ પાસે આવેલા શ્રી તારકેશ્વર મહાદેવ મંદિરમાં પત્ની અને માતા સાથે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અભિષેક કર્યો હતો. ત્યારબાદ નીકેળેલી રેલીમાં ઢોલ-નગારા, આદિવાસી નૃત્ય, ડી.જે. સાથે કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થ પટેલ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ જોષી, શૈલેષ અમીન સહિત અગ્રણીઓ જોડાયા હતા. રેલીનું માર્ગોમાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદી પોળ ખાતે રાજ્ય સરકારના મંત્રી યોગેશ પટેલ ના પત્નીના આશિર્વાદ લીધા હતા.

કોંગ્રેસ અગ્રણી અને માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. વડોદરાના લોકો પણ હવે પરિવર્તન ઇચ્છે છે. ત્યારે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ(ટીકો)ને બહુમતીથી ચૂંટીને લાવવા માટે વડોદરા લોકસભા બેઠકના મતદારોએ મન મનાવી લીધું છે. હવે દેશની પ્રજાને ખબર પડી ગઇ છે. દેશના ચોકીદાર ચોર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments