વડોદરા-બોરસદ હાઇવે માટે જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેટલા વળતરની માંગ

0
38

વડોદરાઃ વડોદરા-બોરસદ હાઇવે NHI-148નાં જમીન સંપાદનને લઇને પાદરા તાલુકાના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. જાહેરનામું રદ કરવાની માંગ સાથે બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેની જમીન સંપાદન પ્રમાણે જંત્રીનું વળતર ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી છે. માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.

વડોદરા-બોરસદ NHI-148 હાઇવેના નિર્માણમાં પાદરા તાલુકાના ડભાસા, મહુવડ, એકલબારા, પાદરા, જાસપુર ગામના ખેડૂતોની જમીન આ હાઇવેમાં સંપાદન કરવામાં આવશે. ડભાસા ગ્રામ પંચાયત પાસે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ ખેડૂતોએ એકઠા થયા હતા અને આ યોજનાના પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાને રદ કરવાની મુખ્ય માગણીઓને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી. તારીખ 8 ફેબ્રુઆરી 2019ના રોજ પાદરા ખાતે ખાસ જમીન સંપાદન અધિકારી સમક્ષ વિરોધ નોંધાવી વિવિધ મુદ્દાની રજૂઆત ખેડૂતો દ્વારા કરાશે. જેમાં જમીન સંપાદનની બજાર કિંમત 10 કિ.મી.ના ત્રીજ્યામાં આવેલ ઉંચીમાં ઉંચી જંત્રી ચૂકવવામાં તેમજ બુલેટ ટ્રેનના પ્રોજેકટમાં ખેડૂતોને 1 વિઘાએ 2.35 કરોડ આપીને 25 ટકા વધુ વળતર આપીને સહમતી એવોર્ડ પ્રમાણેનું વળતર ચૂકવવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2013 પ્રમાણે જંત્રી કે દસ્તાવેજ બેનો ગુણાકાર કરી સૌને આશ્વાસન રકમ આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો.

સરકારનું જાહેરનામું અયોગ્ય હોવાની વાત કરીને બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં ખેડૂતને રૂપિયા ચુકવણીની વાત કરી છે અને ચૂકવ્યા છે તે જ પ્રકારે આ હાઈવેમાં પણ રૂપિયા ચૂકવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે. ખેડૂત આગેવાન હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, કોઇ વિસ્તારમાં સંપાદન કાર્યવાહી આરંભ કરતા પહેલા કલેક્ટર ફરજિયાત પણે તેવા વિસ્તારમાં પ્રવર્તમાન બજાર કિંમતના આધારે જમીન બજાર કિંમત સુધારવા અને અદ્યતન કરવા માટેના તમામ પગલાં લેવા જોઈએ, તે પણ લેવામાં આવ્યા નથી. પાદરા મામલતદાર ખાતે તા.8-2-2018 રોજ યોજાનાર સુનવણીમાં 15 જેટલા મુદ્દાઓ પર પણ જાહેરનામું રદ કરવા માંગણી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here