Tuesday, September 28, 2021
Homeવડોદરા : બ્રાન્ડેડ કંપની ના નામે ડુપ્લિકેટ શર્ટ અને ટી-શર્ટ વેચતા શો-રૂમ...
Array

વડોદરા : બ્રાન્ડેડ કંપની ના નામે ડુપ્લિકેટ શર્ટ અને ટી-શર્ટ વેચતા શો-રૂમ સંચાલકની ધરપકડ

વડોદરા: વડોદરા શહેરના રાવપુરા રોડ પર આવેલા ગીતા એન્ટરપ્રાઇઝ નામના શો-રૂમમાં પોલીસે દરોડો પાડીને લિવાઇસ અને અન્ય બ્રાન્ડેડ કંપનીના રેડીમેઇડ કપડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે શોરૂમના માલિકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. આર.સી.કામનીયાએ જણાવ્યું હતું કે, નેત્રીકા કન્સલટીંગ ઇન્ડિયા પ્રા.લિ. કંપની દ્વારા રેડીમેઇડ કપડાનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીના ઇન્વેસ્ટીગેશન ઓફિસર જયદીપ સુભાષભાઇ ભટ્ટીએ રાવપુરા રોડ ઉપર આવેલ ગીતા એન્ટરપ્રાઇઝ નામના શો-રૂમમાં નેત્રીકા કંપનીની લિવાઇસ બ્રાન્ડની ડુપ્લિકેટ ટી-શર્ટનું વેચાણ કરવામાં આવે છે. તેવી ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના આધારે પોલીસે મોડી સાંજે દુકાનમાં દરોડો પાડ્યો હતો. અને શો-રૂમમાં વેચાતી કંપની લિવાઇસ બ્રાન્ડની ડુપ્લિકેટ ટી-શર્ટ, તેમજ અન્ય કંપનીઓની ટી-શર્ટ, શર્ટ મળીને રૂપિયા 11,62,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને દુકાન માલિક વિજયકુમાર ખેમચંદ બસરાણીની ધરપકડ કરી હતી. અને તેઓ સામે કોપીરાઇટ અને ગ્રાહકો સાથે છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments