- Advertisement -
વડોદરા: ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીના ડાઇરેક્ટર દ્વારા વિવિધ બેંકોનું 2600 કરોડથી વધુનું બેંકલોન કૌભાંડ આચરવામાં આવ્યું છે.તાજેતરમાં દેના બેંક દ્વારા કંપનીના ડાઇરેક્ટરોના ફોટા સાથે તેમને ડિફોલ્ટર તરીકે પ્રચાર માધ્યમોમાં જાહેર કરવામાં આવ્યા છે.પ્રથમ વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઇડ લાઇન મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
120 કરોડ જેટલી રકમનું બાકી લેણું લેવાનું યાદ આવ્યું
ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીના ડાઇરેક્ટર દ્વારા અનેકવિધ બેંકો પાસેથી લોન લઇને 2600 કરોડનું બેંક કૌભાંડ આચર્યું છે. જેના કારણે હાલ કંપનીના ડાઇરેક્ટરો અમિત ભટનાગર અને સુમિત ભટનાગર જેલની હવા ખાઇ રહ્યા છે.તાજેતરમાં દેના બેંકના બેંક ઓફ બરોડા સાથેના મર્જર પહેલા ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાસેથી 120 કરોડ જેટલી રકમનું બાકી લેણું લેવાનું યાદ આવ્યું હતું.જેથી બેંક દ્વારા પ્રચાર માધ્યમોમાં અમિત ભટનાગર અને સુમિટ ભટનાગરના ફોટા સાથે આર.બી.આઇ.ની ગાઇડલાઇનને અનુસરીનેને તેમને ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
વેલ્યુએશન કરનાર અધિકારી સામે જ કાર્યવાહી કરાશે?
શહેરના બિઝનેશ વતુર્ળમાં ચર્ચા ચાલી રહી છે કે, મોડે મોડે બાકી નિકળતાં નાણાં અંગે કાર્યવાહી કરવા માટે બેંક સામે કોઇ કાર્યવાહી થશે ડિફોલ્ટરોને લોન આપવા માટે શું બેંક કર્મચારી સામે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવશે વેલ્યુએશન કરનાર અધિકારી સામે જ કાર્યવાહી કરાશે કે કેમ?