વડોદરા મનપાનું રૂ.3554.07 કરોડનું બજેટ મંજૂર, 44 લાખનો ઘટાડો

0
36

વડોદરા: વર્ષ 2019-20 માટે રૂા.3554.51 કરોડના મ્યુ.કમિશનરે રજૂ કરેલા ડ્રાફટ બજેટ પર સાડા ત્રણ દિવસની ચર્ચા બાદ બજેટના કદમાં 44 લાખ રૂપિયાનો ઘટાડો કરી રૂા.3554.07 કરોડનું બજેટ સ્ટેન્ડીંગ સમિતિએ મંજુર કરી સમગ્ર સભા તરફ મોકલી આપ્યું છે. ખાસ કરીને, એક વર્ષ માટે 14 અતિથિગૃહો, ત્રણ સ્વીમીંગપુલ અને ત્રણ ટાઉનહોલની જવાબદારીમાંથી પાલિકાએ હાથ ખંખેરીને ખાનગી એજન્સીને સોંપવાની ભલામણ કરી છે.

ખર્ચમાં કોઇ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી

સ્ટેન્ડીંગ સમિતીના ચેરમેન સતીષ પટેલે જણાવ્યું હતું કે, બજેટમાં કમિશનર દ્વારા સૂચવવામાં આવેલી  ટેક્સરેટની ભલામણો સમાવિષ્ટ રાખવામાં આવી છે. આવકના સાધનોમાં ખર્ચમાં કોઇ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે બાંધકામ પરવાનગી વિભાગના અને પાર્કિંગના ખર્ચોમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ-33 ખર્ચો દૂર કરવામાં આવ્યા છે. અને 17 ખર્ચો મર્જ કરી દેવામાં આવી છે.

કુલ 1426 કામો રદ કરી દેવામાં આવ્યા

છેલ્લા 8 થી 10 વર્ષથી બજેટમાં સમાવિષ્ટ કરાતા 2059 કામો હતા. તે પૈકી 1426 કુલ કામો રદ કરી દેવામાં આવ્યા છે. શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરના માર્ગો ઉપર આવેલા સર્કલોને સ્વચ્છ અને સુંદર રાખવા માટે ખાસ સ્ક્વોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સ્વિમિંગ પુલોની નિભાવણી ખાનગી કંપનીઓ કરશે

અતિથિ ગૃહ, નાટ્ય ગૃહો તેમજ સ્વિમિંગ પુલોની નિભાવણી ખાનગી કંપનીઓ દ્વારા કરાવવામાં આવશે. જોકે તેનો વહીવટ કોર્પોરેશન હસ્તક રહેશે. શહેરના મોટા તળાવોમાં વેલ સાફ કરાવવા માટે કેમિકલનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રાયોગિક ધોરણે એક તળાવમાં કેમિકલ નાંખીને વેલ સાફ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સ્વિમિંગ પૂલની ત્રિમાસિક 500ની ફી હવે મહિને ભરવી પડશે

હાલમાં સ્વીમીંગપુલમાં સ્વીમીર માટે ત્રિમાસિક ફી રૂા.500 છે ત્યારે સ્થાયી સમિતિએ તેમાં સુધારો કરી આ ફીનું ધોરણ માસિક કરીને પ્રથમ વખત વાર્ષિક ફી રૂા.4500 સૂચવી છે. તેમજ આજીવન સભ્યફી રદ કરી છે. વારસાઇથી અને વારસાઇ સિવાયના દુકાનોના નામફેરના કિસ્સામાં 8 હજાર અને 11 હજાર રૂા.ની લાગતમાં વધારો કરીને રૂા.10 હજાર અને 15 હજાર રૂા.રાખવામાં આવી છે.

આવાં સૂચનો પણ કરાયાં
  • મુખ્ય રસ્તાઓ પૈકી નક્કી કરવામાં આવેલા રસ્તા પર લારી ગલ્લા ઉભા ન રહે,સ્વચ્છતા જળવાય તે ધ્યાન રાખવા સ્કવોર્ડની રચના કરવી
  • તળાવોની કેમિકલથી ચોખ્ખી કરવા પ્રાયોગિક ધોરણે કામગીરી સોંપવી
  • મુખ્ય પ્રવેશદ્વાર સમાન રસ્તાઓને અને સર્કલોને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સીએસઆરમાં વિકસાવવા માટે આયોજન કરવુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here