Tuesday, September 21, 2021
Homeવડોદરા માં આર્મી મેનના પુત્રએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો
Array

વડોદરા માં આર્મી મેનના પુત્રએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં MBA થયેલા યુવાને ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં 5, સાંઇકૃપા હાઉસિંગ સોસાયટીમાં રહેતો મોહનસિંહ રાજબીરસિંહ ભદોરીયા (ઉં.વ.24) પરિવાર સાથે રહેતો હતો. તેના પિતા રાજબીરસિંહ આર્મી મેન છે. અને મોહનસિંહે MBAનો અભ્યાસ કર્યો હતો. અને તે નોકરી પણ કરતો હતો. તેમ છતાં પોતાના ઘરમાં ઓઢણી વડે ગળે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. પિતા મોહનસિંહ ભદોરીયાના વતનમાંથી ઘરે પરત ફર્યાં અને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો કોઇએ ન ખોલતા દરવાજો તોડી નાંખ્યો હતો. પિતાએ રૂમની અંદર જઇને જોયુ તો પુત્રનો મૃતદેહ લટકતો હતો. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments