Tuesday, September 28, 2021
Homeવડોદરા માં કેરાલિયન સમાજ દ્વારા ભગવાન કાર્તિકેય ની શોભાયાત્રા નીકળી
Array

વડોદરા માં કેરાલિયન સમાજ દ્વારા ભગવાન કાર્તિકેય ની શોભાયાત્રા નીકળી

વડોદરા : વડોદરા શહેરમાં કેરાલા સમાજ દ્વારા આજે ભગવાન કાર્તિકેયની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શાસ્ત્રોક્ત રીતે પરંપરા મુજબ પહેરવેશ ધારણ કરીને કેરાલિયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

કેરાલિયન સમાજ ભગવાન કાર્તિકેયમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે, ત્યારે આજે ભગવાન કાર્તિકેયની પૂજા અર્ચના કરીને સૂરસાગર ખાતેથી પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે કેરાલિયન સમાજની મહિલાઓ અને યુવતીઓ માથા પર કળશ લઇને જોડાઈ હતી. શરણાઇ અન અન્ય પારંપરિક વાદ્યોની સુરાવલી સાથે પુરુષો પણ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઇને માથે મયુરપંખ ધારણ કરીને શોભાયાત્રામા પગપાળા જોડાયા હતા. નૃત્ય અને વાદન સાથે નીકળેલી ભગવાન કાર્તિકેયની શોભાયાત્રાએ અનેરૂ આકર્ષણ ઉભું કર્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments