વડોદરા માં ધાણી – ખજૂર વેચતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ ના દરોડા,

0
33

વડોદરા: હોળી-ધૂળેટીના પર્વને ધ્યાનમાં લઇ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ધાણી-ચણા, ખજૂર સહિતની વિવિધ વસ્તુઓની વેચાણ કરતી દુકાનો ઉપર ચેકિંગ કરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગે 23 નમૂના લઇ તપાસ માટે મોકલી આપ્યા હતા.

આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા તા.7 માર્ચથી શહેરના વાડી, ચોખંડી, મકરપુરા ,  નિઝામપુરા, દાંડિયા બજાર, ફતેગંજ, અમિતનગર, માંજલપુર, તરસાલી, હરણી રોડ, હાથીખાના, ન્યુ વી.આઇ.પી. રોડ વિગેરે વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે ચેકિંગ આજે પણ વાઘોડિયા રોડ, આજવા રોડ, પાણીગેટ, ચોખંડી સહિતના વિસ્તારોમાં ચાલુ છે. બે સપ્તાહના સમયમાં આરોગ્ય ટીમને એકપણ જગ્યાએથી અખાદ્ય ચિજવસ્તુ મળી આવી નથી. જોકે, આરોગ્ય વિભાગની ટીમોએ ધાણી, ચણા, ખજૂર વિગેરે 23 ચીજવસ્તુઓના નમૂના લઇ પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.