Wednesday, September 22, 2021
Homeવડોદરા માં પત્ની સાથે ઝઘડો થયો બાદ પતિ એ ગળે ફાંસો ખાઇ...
Array

વડોદરા માં પત્ની સાથે ઝઘડો થયો બાદ પતિ એ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

વડોદરાઃ વડોદરા શહેરના ગોત્રી રોડ પર રહેતા યુવાને ધૂળેટીના દિવસે પત્ની સાથે ઝઘડો થયા બાદ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી.

વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલા ડી-24, સૌરભ ટેનામેન્ટમાં સુરેશ ગણેશભાઇ ઉમાવત(ઉ.વ.32) પત્ની સાથે રહેતો હતો. બંનેના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. અને યુવાન ટાઇલ્સ ઘસવાનું કામ કરતો હતો. ધૂળેટીના દિવસે કોઇક કારણોસર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ યુવાને પોતાના રૂમમાં જઇને ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments